અમદાવાદમાં ગરબાની જોવાની તકરારમાં ખેલાયો ખૂની ખેલ, યુવકની હત્યા

શાહીબાગમાં ગરબા જોવાની તકરારમાં ખૂની ખેલ ખેલાયો હતો. બે આરોપીઓએ છરીના ઘા મારીને નિલેશ પરમાર નામના યુવકની સરા જાહેરમાં હત્યા કરી નાખી છે.પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. 

અમદાવાદમાં ગરબાની જોવાની તકરારમાં ખેલાયો ખૂની ખેલ, યુવકની હત્યા

જાવેદ સૈયદ, અમદાવાદ: શાહીબાગમાં ગરબા જોવાની તકરારમાં ખૂની ખેલ ખેલાયો હતો. બે આરોપીઓએ છરીના ઘા મારીને નિલેશ પરમાર નામના યુવકની સરા જાહેરમાં હત્યા કરી નાખી છે.પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. 

ડેકોરેશનનો ધંધો કરતો નિલેશ પરમાર જે મનુભાઈની ચાલી નજીક રહે છે અને 8 નવેમ્બરે ની રાત નિલેશ માટે ઘાતક પુરવાર થઇ હતી ગિરધર નજીક શાંતિ પુરા મનુભાઈની ચાલી નજીક રાતે ગરબા જોવાની બાબતે આરોપીઓ પ્રકાશ ઉર્ફે રાજા પરમાર અને બકુલ વાધેલા સાથે માથાકૂટ થતા બન્ને આરોપીઓ નિલેશ પર છરીના ઘા મારતા નિલેષનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

સામાન્ય બોલાચાલીમાં આરોપીઓ એક યુવકની જિંદગીને પુરી કરી નાખી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કરતા બે આરોપીઓને પોલીસે ઝડપીને પુછપરછ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે રાજા ગુનાહિત ઇતિયાસ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. પ્રકાશ મારામારી અને પોકશો જેવા ગંભીર ગુના આચરી ચુક્યો છે. 

નજીવી વાતમાં આરોપીઓ મનમાં વેર રાખીને નિલેશ પર છરી વડે ઘા -પર ઘા મારતા આરોપીઓની ગુનાહિત માનસિકતા સામે આવી હતી અને હવે જેલમાં જવાનો વારો આવતા આરોપીઓને પોતાના ચહેરો છુપાવી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news