દિવાળી પૂરી થતા જ ઊંચકાયો સોનાનો ભાવ, આ છે આજે 10 ગ્રામની કિંમત

શરાફા વેપારીઓની માનીએ તો લગ્નમાં મોસમના વધતા માંગને જોતા દાગીનાઓને વેચાણને કારણે સોનાની લેવાલી વધી છે. આ કારણે સોનાના ભાવમાં સતત તેજી ચાલી રહી છે. 

દિવાળી પૂરી થતા જ ઊંચકાયો સોનાનો ભાવ, આ છે આજે 10 ગ્રામની કિંમત

ફેસ્ટિવલ સીઝન પૂરી થયા બાદ હવે લગ્નની સીઝન આવી જતા દાગીનાની ખરીદીને જોતા સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. દાગીનાની ડિમાન્ડ વધવાથી દિલ્હી શરાફા માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ 80 રૂપિયાની તેજી સાથે 32,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આ રીતે ચાંદીનો ભાવ પણ 150 રૂપિયાની તેજી સાથે 38,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. શરાફા વેપારીઓની માનીએ તો લગ્નમાં મોસમના વધતા માંગને જોતા દાગીનાઓને વેચાણને કારણે સોનાની લેવાલી વધી છે. આ કારણે સોનાના ભાવમાં સતત તેજી ચાલી રહી છે. 

શનિવારે 180 રૂપિયા પડ્યો સોનાનો ભાવ
જોકે, કિંમતી ધાતુઓની વૈશ્વિક માંગ નબળી રહેવાથી આ તેજી થંભી ગઈ છે. આ ઉપરાંત ડોલરના મુકાબલે રૂપિયો 54 પૈસા નબળો થતા 73.04ના સ્તર પર પહોંચવાથી આયાત મોંઘું થયું છે. તેનાથી સોનાની કિંમતોમાં પણ તેજીનો પ્રવાહ રહ્યો છે. ગત ચાર વેપારી સત્રમાં સોનાનો ભાવ 620 રૂપિયા સુધી ઘટ્યો હતો. શનિવારે તે 180 રૂપિયા ઘટીને 32,070 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયો હતો. 

સોનાના બિસ્કીટમાં 100 રૂપિયાની તેજી
દિલ્હીના શરાફા માર્કેટમાં 99.9 ટકા અને 99.9 ટકા શુદ્ધવાળા સોનાનો ભાવ 80-80 રૂપિયા વધીને ક્રમશ 32,150 રૂપિયા અને 32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. સોનાના 8 ગ્રામના બિસ્કીટનો ભાવ 100 રૂપિયા વધીને 24,800 રૂપિયા રહ્યો. ચાંદી પણ સોનાના રસ્તે ચાલી હતી. ચાંદી હાજિરનો બાવ 150 રૂપિયા વદીને 38,150 રૂપિયા અને સાપ્તાહિક ડિલીવરીવાળી ચાંદીનો ભાવ 235 રૂપિયા વધીને 37,115 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

શનિવારે ચાંદીનો ભાવ 400 રૂપિયા ઘટીને 38,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. જોકે, ચાંદીના સિક્કાનો ભાવ સ્થિર રહ્યો હતો. તેનો પ્રતિ સેંકડા લેવાલી ભાવ 75,000 રૂપિયા અને વેચાણ ભાવ 76,000 રૂપિયા રહ્યો. વૈશ્વિક સ્તર પર સોમવારે સિંગાપુરમાં સોનાનો ભાવ ઘટીને 1205.50 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. ચાંદીનો ભાવ પણ 0.11 ટકા ઘટીને 14.23 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news