શાહીબાગ News

અમદાવાદ: શાહીબાગમાં CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
શહેરના શાહીબાગ વિસ્તાર ખાતે સીએએના સમર્થનમાં રાજસ્થાની સમાજ અને અસારવા ભાજપ ના સંયુક્ત નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ જોડાયા હતા. ધારાસભ્ય પ્રદીપ પરમારે ટુકડે ગેંગ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ વધુમાં કહ્યું હતું કે, દેશ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે છે. કેટલાક લોકો દેશમાં ખોટી વાતો કરીને સામજિક સદભાવ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમાં નાકામ થયા છે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા અને સીએએના સમર્થનના બેનર પણ પ્રદર્શિત કર્યા હતા.
Jan 26,2020, 23:10 PM IST

Trending news