અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર : આજથી 20 દિવસ બંધ ગાંધી બ્રિજનો એકસાઈડ રોડ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાબરમતી નદી પર આવેલા 81 વર્ષ જુના ગાંધી બ્રિજનું આજથી amc દ્વારા રીપેરીંગ હાથ ધરાશે. રૂપિયા 80 લાખના ખર્ચે અંદાજે 2 મહિના સુધી ચાલનારી કામગીરીમાં તબક્કાવાર ટ્રાફિક માટે એક તરફનો રોડ બંધ કરવામાં આવશે. ત્યારે આજથી ગાંધી બ્રિજ (gandhi bridge) પરથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 
અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર : આજથી 20 દિવસ બંધ ગાંધી બ્રિજનો એકસાઈડ રોડ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાબરમતી નદી પર આવેલા 81 વર્ષ જુના ગાંધી બ્રિજનું આજથી amc દ્વારા રીપેરીંગ હાથ ધરાશે. રૂપિયા 80 લાખના ખર્ચે અંદાજે 2 મહિના સુધી ચાલનારી કામગીરીમાં તબક્કાવાર ટ્રાફિક માટે એક તરફનો રોડ બંધ કરવામાં આવશે. ત્યારે આજથી ગાંધી બ્રિજ (gandhi bridge) પરથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 

કયા તરફનો રોડ બંધ રહેશે

આજથી અમદાવાદમાં આવેલા ગાંધી બ્રિજનું સમારકામ શરૂ થશે. 81 વર્ષ જૂના ગાંધી બ્રિજને 80 લાખના ખર્ચે એક્સપાન્શન બદલવા તેમજ રિપેરિંગ માટેની કામગીરી શરૂ કરાશે. તેથી ગાંધી બ્રિજ આજથી 20 દિવસ સુધી એક તરફની સાઈડથી બંધ રહેશે. રિઝર્વ બેન્કથી શાહપુર જતો રોડ બંધ કરાશે. ઈન્કમટેક્સ ચાર રસ્તાથી શાહપુરને જોડતાં ગાંધી બ્રિજ (gandhi bridge) વર્ષો જૂનો હોવાથી એક્સપાન્સ તેમજ જોઇન્ટમાં કેટલીક ખામીઓનું સમારકામ કરાશે. પરંતુ બ્રિજનો એક તરફનો માર્ગ ચાલુ રાખીને સમારકામ હાથ ધરાશે.

બીજી તરફનુ રિપેરીંગ પણ કરાશે

પ્રથમ તબક્કામાં રિઝર્વ બેન્કથી શાહપુર તરફ જતો રોડ પર 20 જેટલા જોઇન્ટના રિપેરિંગ કે બદલવાની કામગીરી કરાશે. ત્યાર બાદ બીજી તરફનો બ્રિજ બંધ કરાશે અને એ માર્ગ પર પણ 20 જોઇન્ટ બદલાશે. 

સાબરમતીના તમામ બ્રિજનું સમારકામ કરાશે

ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાબરમતી નદી પર બંધાયેલા તમામ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં અત્યાર સુધી નહેરુ બ્રિજ, સુભાષબ્રિજ, ચામુંડા બ્રિજ, સરદાર બ્રિજ, અસારવા બ્રિજ, ચાંદલોડિયા, ગિરધરનગર, વેજલપુર-જીવરાજ સહિતના બ્રિજનું સમારકામ પૂર્ણ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news