પૂર્વ અમદાવાદમાં રોફ જમાવનારા લુખ્ખા તત્વોને પોલીસે જેલભેગા કર્યા, એક રિટાયર્ડ પોલીસ કર્મીનો જમાઈ નીકળ્યો

Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગરમાં આંતક મચાવનાર ટોકડી જેલહવાલે કરાઈ... યુવકો પર જીવલેણ હુમલો કરી કારના કાચ તોડવાનો આરોપ
 

પૂર્વ અમદાવાદમાં રોફ જમાવનારા લુખ્ખા તત્વોને પોલીસે જેલભેગા કર્યા, એક રિટાયર્ડ પોલીસ કર્મીનો જમાઈ નીકળ્યો

Crime News મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાંજ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી જેમાં એક આરોપી નિવૃત્ત પોલીસકર્મીનો જમાઈ હોવાનું ખુલ્યુ છે. જોકે આ બનાવમાં બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં નિર્દોષ યુવકોને માર મારતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હરીશચંદ્ર ઉર્ફે હરિ વાઘેલા છે, જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી નિવૃત થયેલા ASI રણજીતસિંહ વાઘેલાના જમાઈ છે. હરિશચંદ્ર ઉંચા વ્યાજે ચાલતો વ્યાજ વટાવનો ધંધો કરવાની સાથે જુગાર રમવા પણ અન્ય રાજ્યમાં લઈ જવાની વ્યવસ્થા કરે છે. પણ પોલીસને તે અંગે કોઈ ફરિયાદ ના મળતા હાલ જીવલેણ હુમલાના કેસમાં કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ યશપાલ વાઘેલા, પરાક્રમ ઉર્ફે લાખો વાઘેલા, જોગેન્દ્ર ઉર્ફે રાજા ઝાલા તેના મિત્રો છે. જેઓ આ મારામારી અને તોડફોડ દરમ્યાન સાથે હતા. પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, ધમા બારડ સાથે પોતાની અદાવતના ડરથી કઈ પણ જાણ્યા વગર રસ્તેથી પ્રસાર થતા જ તેના ઉપર હુમલો કર્યો હતો. 

આ પણ વાંચો : 

બનાવ અંગે વાત કરીએ તો થોડા દિવસ પહેલા નરોડાના હરિ દર્શન ચાર રસ્તા પાસેથી પસાર થઈ સાંઈ ચોક વિસ્તારમાંથી કાર લઈ નીકળેલા યુવકો મોજ મસ્તીથી નાસ્તો કરવા જતાં હતાં. હાલમાં ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોએ સીઝનેબલ પતંગ સ્ટોર કર્યો હતો. પોતાનું કામ પતાવી નાસ્તો કરવા નીકળ્યા હતા. જોકે આ દરમ્યાન ચારેય આરોપીઓ ત્યાં બેઠેલા કારની અવર જવર જોઈ ઉશ્કેરાયા હતા. તેઓએ કારનો કાચ તોડી નાંખ્યો હતો. બાદમાં દૂર જઇ કારને નુકશાન થયેલાનું જોતા યુવકો ફરી બનાવ સ્થળે આવ્યા અને કઈ પણ સમજે તે પહેલાં જ તેમની પણ તલવાર, પાઇપ સહિત હથિયારો વડે હુમલો બોલાવી કારમાં સવાર 3 યુવકોને લોહી લુવાણ કરી નાખ્યા. જોકે હાલમાં ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોનું કહેવું છે. પરંતુ પોલીસે ફરિયાદ નોંધ તાત્કાલિક આ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે પણ રિમાન્ડની માંગણી નહિ કરતા કૉર્ટ એ ચારેય આરોપીઓને જેલ હવાલે કરી આપ્યા.

આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી હતી કે અદાવતનો બદલો લેવા માટે હીંચકારું હુમલો કરવાની ફિરાકમાં રહેલા આ ચારેય આરોપીઓ ધમા બારડની ગેંગ પર હુમલો કરવાના હતા. પરંતુ આ યુવક ઉપર હુમલો કરી જીવનું જોખમ ઊભો કરી દીધું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news