અમદાવાદ પોલીસે ચોર્યા પાકીટ, મોબાઇલ અને બાળકો, લોકો રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી...

દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે વિવિધ ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. તેવામાં ચોરીની અને ઠગાઇની ઘટનાઓ ટાળવા માટે પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનો આઉટ ઓફ બોક્ષ ઉપાય અખતિયાર કરવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પહેલાથી જ ભીડભાડ જોવા મળે છે. લોકો મોટા પ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ટોળાનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો પોતાનો હાથ સાફ કરતા હોય છે. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં બેનર્સ લગાવાયા હોવા છતા લોકો બેખોફ થઇને ખરીદી કરવામાં મશગુલ થઇ જાય છે.
અમદાવાદ પોલીસે ચોર્યા પાકીટ, મોબાઇલ અને બાળકો, લોકો રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી...

અમદાવાદ : દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે વિવિધ ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. તેવામાં ચોરીની અને ઠગાઇની ઘટનાઓ ટાળવા માટે પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનો આઉટ ઓફ બોક્ષ ઉપાય અખતિયાર કરવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પહેલાથી જ ભીડભાડ જોવા મળે છે. લોકો મોટા પ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ટોળાનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો પોતાનો હાથ સાફ કરતા હોય છે. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં બેનર્સ લગાવાયા હોવા છતા લોકો બેખોફ થઇને ખરીદી કરવામાં મશગુલ થઇ જાય છે.

પોલીસ દ્વારા ખરીદીમાં વ્યસ્ત લોકોનાં પર્સ અને થેલામાંથી ચોરી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, સેનેટાઇઝર, માસ્ક વગેરેનો અભાવ જોવા મળ્યો હતો. જેથી પોલીસે વેપારીઓને માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પણ પહેરાવ્યા હતા. આ ઉપરાંત જ્યારે લોકોને ખબર પડી કે તેમનુ ખીચુ કપાઇ ગયું છે ત્યારે તેઓ અચાનક હેબતાઇ જાય છે. આ ડ્રાઇવ દરમિયાન સામે આવ્યું કે, કેટલીક મહિલાઓ તો ખરીદીમાં એટલી મશગુલ હતી કે તેમના પાકીટ અને મોબાઇલ ચોરાઇ ગયાના લાંબા સમય સુધી તેમને ખબર પણ પડી નહોતી. 

એક કિસ્સામાં તો પોલીસ તેનું બાળક લઇને ચાલતી પકડી હતી તેમ છતા પણ મહિલાને ખબર નહોતી. જ્યારે તેને ભાન થયું ત્યારે તે રડવા લાગી હતી. જો કે પોલીસે તત્કાલ તેનું બાળક પરત આપીને સચેત રહેવા માટે જણાવ્યું હતું. પોલીસે તમામ લોકોને મીઠો ઠપકો આપીને વસ્તુઓ કે બાળકો પરત આપ્યા હતા. લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું હતું. જ્યારે વેપારીઓને પણ ગ્રાહકોનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news