અમદાવાદની આ સોસાયટીમાં રી-ડેવલોપમેન્ટનો મુદ્દો લોહીયાળ બન્યો! ચેરમેનને છરીના ઘા માર્યા

રી-ડેવલોપમેન્ટની મિટિંગમાં માથાકૂટ થતા પૂર્વ ચેરમેનનાં પુત્રએ નવા ચેરમેનને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. રી ડેવલોપમેન્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરીને હુમલો કર્યો છે. આ ઘટનામાં વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદની આ સોસાયટીમાં રી-ડેવલોપમેન્ટનો મુદ્દો લોહીયાળ બન્યો! ચેરમેનને છરીના ઘા માર્યા

ઉદય રંજન/અમદાવાદ: વાડજની એક સોસાયટીમાં રી-ડેવલોપમેન્ટની મિટિંગમાં માથાકૂટ થતા પૂર્વ ચેરમેનનાં પુત્રએ નવા ચેરમેનને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. રી ડેવલોપમેન્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરીને હુમલો કર્યો છે. આ ઘટનામાં વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદનાં વાડજમાં આવેલ વિશ્રામ પાર્ક સોસાયટી રી ડેવલપમેન્ટ ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ ચેરમેન અને કેટલાક રહીશો રી ડેવલોપમેન્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ધુળેટીના પર્વ નિમિતે સોસાયટીનાં નવા નિમાયેલા ચેરમેન નીતિન શાહે રી ડેવલપમેન્ટ લઈને સોસાયટીની કમિટી મેમ્બર અને રહીશોની મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં પૂર્વ ચેરમેન શક્તિસિંહ અને તેનો પુત્ર પ્રથમ સિંહ હાજર રહ્યો હતો. 

મિટિંગમાં રી ડેવલોપમેન્ટ ને લઈ ને કેટલા નિર્ણયો પર ચર્ચા મા કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ચેરમેન શક્તિસિંહ સહિત અન્ય લોકો અનેક નિર્ણયોથી અસંતોષ વ્યક્ત કર્યો. જે બાદ બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠક બાદ ચેરમેન નીતિન શાહ પોતાની ગાડીમાં બહાર જવા નીકળ્યા ત્યારે પૂર્વ ચેરમેનનાં પુત્રએ પ્રથમ સિંહ એ અચાનક પાછળથી આવીને છરી મારીને ઘા માર્યા હતા અને નીતિન શાહને પોતાના પિતાની માફી માગવા દબાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રહીશો આવી જતાં ઈજાગ્રસ્ત નીતિન શાહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રી ડેવલપમેન્ટ વિવાદ વચ્ચે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વિશ્રામ પાર્ક સોસાયટી 40 વર્ષ જૂની છે અને ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. વર્ષ 2020માં કોરોના સમયમાં આ સોસાયટીના રીડેવલોપમેન્ટમાં ગઈ હતી. ત્યારે ચેરમેન તરીકે શક્તિસિંહ પરમાર હતા. પરંતુ ત્યારે સોસાયટીનું રી ડેવલપમેન્ટ થયું ન હતું. એક વર્ષ પહેલાં આ સોસાયટીના પદ પર નીતિન શાહની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને રી ડેવલોપમેન્ટનું કામ કાજ શરૂ કર્યું. ત્યારે રી ડેવલપમેન્ટ માં મકાનને લઈને અસંતોષ ઊભો થયો હતો. 

વાડજ પોલીસે આ હુમલા કેસમાં પ્રથમ સિંહ પરમાર વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત સ્થાનિક રહીશો અને પરિવારના નિવેદનનો લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news