હવામાન ખાતાએ કરી આગાહી, જાણો ક્યારે અમદાવાદ સહિત ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની આગાહી છે.

Updated By: Jun 13, 2021, 08:46 AM IST
હવામાન ખાતાએ કરી આગાહી, જાણો ક્યારે અમદાવાદ સહિત ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ

અમદાવાદ: નેઋૃત્વ ચોમાસું કેરળ (Keral) થઈ ને ગોવા (Goa) અને મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai) બાદ દક્ષિણ ગુજરાત (South Gujarat) માં પ્રવેશે છે. ગુજરાત (Gujarat) માં ધીમે ધીમે ચોમાસા (Monsoon) ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. 

ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ (Amhedabad) માં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે. 15 જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી કરી ગઈ છે.

મહિલા નગર સેવકો ભૂલ્યા શબ્દોની મર્યાદા, વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. 

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની આગાહી છે. તો અમદાવાદમાં 15 જૂનની આસપાસ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટીને કઢંગી હાલતમાં ફોટા પાડ્યા, વાયરલ કરવાની આપી ધમકી

અમદાવાદ (Amhedabad) ની સાથે સાથે ઉત્તર ગુજરાત (North Gujarat) માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાનવિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદનીસાથે સાથે ઉત્તર ગુજરાત (North Gujarat) માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube