અમરેલીના દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામેલા તમામ સિંહોના મૃતદેહોના કરાયા અગ્નિસંસ્કાર
અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પીએમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
Trending Photos
કેતન બગડા/અમરેલી: અમરેલીના દલખાણિયા વિસ્તારમાં થયેલા 23 સિંહોના મોતથી સિંહ પ્રેમીઓમાં રોષ દેખાઇ રહ્યો હતો. વનવિભાગ અને સરકાર પણ તેમના મોતનું કારણ જાણવા માટે અનેક પ્રયત્નો કર્યા બાદ સાબિત થયું કે સિંહોના ઇનફાઇટ અને વાયરસ લાગવાને કારણે મોત થયા છે. અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પીએમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
23 સિંહોના મોતથી તમામ તપાસ બાદ અંતે સિંહોના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. અમરેલીના દલખાણિયા વિસ્તારમાં સિંહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. 4 સિંહોના મૃતદેહને ધારના ભૂતિયા બંગલે તથા 3 સિંહબાળાને જંગલમાં ઘટના સ્થળે અને 16 સિંહોના મૃતદેહને જસાધારા એનિમલ કેર સેન્ટર ખાતે અગ્નિદાહ અપવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે