ગેંગરેપ પીડિતાનો આરોપ : ક્રાઈમ બ્રાંચના વડાએ કહ્યું, ‘લાકડી નાખવાથી રેપ ન થઈ જાય’

શહેરમાં થયેલા ગેંગરેપ કેસમાં પીડિતાએ ક્રાઇમબ્રાંચના વડા જે.કે. ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા

ગેંગરેપ પીડિતાનો આરોપ : ક્રાઈમ બ્રાંચના વડાએ કહ્યું, ‘લાકડી નાખવાથી રેપ ન થઈ જાય’

અમદાવાદ : શહેરમાં થયેલા ગેંગરેપ કેસમાં પીડિતાએ ક્રાઇમબ્રાંચના વડા જે.કે. ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઘટના બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંહે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસમાં સૌથી મજબૂત ટીમ તપાસ કરી રહી છે. હું અંગત રીતે સમગ્ર ઘટનાનું અવલોકન કરી રહ્યો છું. કેસમાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યા છે તેને દૂર કરવા અમારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચ કરશે અને અમને કોઇ નોટિસ નહીં મળે ત્યાં સુધી કેસની તપાસ ચાલું રહેશે. 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીડિતાના પિતાએ પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં પીડિતાએ આરોપ મુક્યો હતો કે જે.કે. ભટ્ટ આરોપીની તરફદારી કરી રહ્યા છે જેથી કરીને સમગ્ર કેસની તપાસ એક સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે. પીડિતાએ ટોચના પોલીસ અધિકારી પર ગંભીર આરોપ મુકતા કહ્યું કે, ‘જે.કે. ભટ્ટે મને કહ્યું પ્રાઇવેટ પાર્ટમાં લાકડી નાખવામાં આવી હતી જેને રેપ ન કહેવાય. આવા સવાલોના કારણે કોઈપણ પીડિતા પોલીસ પાસે જતા ડરે છે જેથી કાં તો ચૂપ રહે અથવા આત્મહત્યા કરી લે છે. મને પણ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ પરિવારના કારણે પડતો મુક્યો હતો.’

પોલીસ કમિશનરે આશ્વાસન આપ્યું કે, કેસની નિષ્પક્ષ તપાસ કરીને સત્યા બહાર લાવીશું. કેસના મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ કામે લાગી છે. કેસમાં જે ગુનેગાર સાબિત થશે તેને કાયદા મુજબ સજા કરવામાં આવશે. પીડિયાએ ક્રાઇમબ્રાંચ પર જે આરોપ લગાવ્યા છે તેને અમે ગંભીરતાથી લેશું. કમિશનરે કહ્યું કે, પીડિતાનું નિવેદન લેવાયું ત્યારે અમારી મહિલા એડીશનલ ડીસીપી તેમની સાથે હતા અને પીડિતાના નિવેદનની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનરે કહ્યું કે, આ કેસમાં આરોપી પીડિતાને પહેલાથી જ ઓળખતો હતો. તેથી આ કેસને નિર્ભયા સાથે સરખાવવો તે યોગ્ય નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news