આખા દેશના કચરાની સમસ્યાનો ઉકેલ સુરત પાસે!
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી : દેશમાં દિલ્હી જેવા મહાનગરોમાં કચરાના નિકાલની સમસ્યા બહુ મોટી બની ગઈ છે. જોકે ગુજરાતના સુરતમાં એવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની સફળતા દેશના મહાનગરોને કચરાના નિકાલની નવી દિશા દેખાડી શકે છે. સુરતમાં કચરાની સમસ્યાના ઉકેલ માટે નવી સિસ્ટમ અપનાવામાં આવી છે જેના અંતર્ગત સુરત નગર નિગમ દ્વારા શહેરમાં 43 અંડરગ્રાઉન્ડ બોક્સ લગાવવામાં આવ્યા છે જેમાં એક સમયે 1.5 ટન કચરો સમાઈ શકે છે. સ્માર્ટ સિટી અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં આ ગાર્બેજ બોક્સમાં એક સેન્સર પણ છે. આ બોક્સ 70 ટકા સુધી ભરાઈ જાય તો કંટ્રોલ રૂમમાં સિગ્નલ મળે છે જેથી બોક્સ બને એટલું જલ્દી ખાલી કરી શકાય.
આ અન્ડરગ્રાઉન્ડ બોક્સને ફૂટપાથ પર લગાવી શકાય છે. એમાં કચરો નાખવાના બે હિસ્સા છે. એક હિસ્સામાંથી સામાન્ય લોકો કચરો નાખી શકે છે અને બીજો હિસ્સો નગર નિગમના વપરાશ માટે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિ્યાના રિપોર્ટ પ્રમાણે સુરત નગર નિગમના કમિશનર એમ. થેન્નારાસનનું કહેવું છે કે અમે આવા બીજા 75 બોક્સ લગાવીશે. પહેલાં અમે આ પ્રયોગ નાના વિસ્તારમાં કર્યો પણ હવે બીજા વિસ્તારોમાં પણ આવી જ વ્યવસ્થાની ડિમાન્ડ થઈ રહી છે.
સુરત નગર નિગમ કમિશનરના ડેપ્યુટી સી.વાય. ભટ્ટનું કહેવુ છે કે આ સિસ્ટમની સારી વાત એ છે કે એનાથી કચરાને કારણે ફેલાતી દુર્ગંધથી છુટકારો મળે છે.
Shri Hardeep S Puri Hon'ble MoS @MoHUA_India Shri M Puri IAS Principal Secretary UD&UHD Shri L S Sehra Govt. of @Gujarat and delegates & officials of #Surat Corporation witnessed #underground waste #bins @SuratSmartCity#MyCleanIndia #SwachhBharat@swachhbharat @SmartCities_HUA pic.twitter.com/ZNElpH3d0k
— Indian Recycle & Waste Management Co. (@albertkhan01) June 8, 2018
આંકડા પ્રમાણે સુરતમાં રોજ 2100 ટન કચરો પેદા થાય છે જેમાંથી 800 ટન કચરો પ્રોસેસ થાય છે. અધિકારીઓના દાવા પ્રમાણે આ સિસ્ટમથી 2000 ટન કચરો પ્રોસેસ કરી શકાશે. સુરતમાં નિગમ પાસે 425 વાહન છે જે દરેક ઘરમાંથી કચરો ભેગો કરે છે.
સુરતમાં 57 મિલિયન લીટર સુએજથી 40 મિલિયન લીટર વપરાશયોગ્ય પાણી બનાવાય છે જેને સુરતના ઇન્ડસ્ટ્રિઅલ એરિયામાં મોકલવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ પ્રિન્ટિંગ મિલ્સમાં કરાય છે. સુરતમાં આની શરૂઆત 2007માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે સિંગાપોરમાં આવો પ્લાન્ટ જોયો હતો અને આ આઇડિયાનો અમલ સુરતમાં કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે