જેલમુક્તિ બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું, અનામતની લડત ચાલુ રહેશે
3 મહિના 20 દિવસના જેલવાસ બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયા છે. લોકોના અને માતાના આર્શીવાદથી બહાર આવ્યા છે તેવું તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું. પાટીદારોમાં ગબ્બર તરીકે ઓળખાતા અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા અલ્પેશે જેલની બહાર પાટીદાર અનામત આંદોલનની લડત ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
Trending Photos
સુરત : 3 મહિના 20 દિવસના જેલવાસ બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયા છે. લોકોના અને માતાના આર્શીવાદથી બહાર આવ્યા છે તેવું તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું. પાટીદારોમાં ગબ્બર તરીકે ઓળખાતા અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા અલ્પેશે જેલની બહાર પાટીદાર અનામત આંદોલનની લડત ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
અલ્પેશ કથીરિયાની મુક્તિ બાદ પાટીદાર સમાજમાં હર્ષોલ્લાસ છવાયો હતો. જેલમુક્તિ થતા અલ્પેશ ભાવુક થઈ ગયો હતો. તો બીજી તરફ ધાર્મક માલવીયા જેવા તેના સાથીદારોની પણ આંખો ભરાઈ આવી હતી. બધામાં હરખની લાગણી છવાઈ ગઈ હતી. હાલ હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયા પણ અલ્પેશને મળ્યા હતા. જ્યાંથી તેઓ રેલીમાં જવા રવાના થયા હતા. ફુલોના વરસાદથી અલ્પેશનુ સ્વાગત કરાયું હતું. જેલમુક્તિ બાદ તેણે સરકારનો આભાર માન્યો હતો.
જેલમુક્તિ બાદ મીડિયાને સંબોધન કરતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, જેલમાં મને ઘણા અનુભવો થયો, ઘણુ જાણવા મળ્યું. જેલ દરમિયાન બે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો તે માટે તેણે બીજેપી સરકારનો આભાર માન્યો હતો. તો બીજી તરફ, આંદોલન વિશે કહ્યું કે, હું કાયદાકીય રીતે જ બહાર આવ્યો છું. સમાજ માટે લડતો રહીશ. પાટીદારો તથા અન્ય સંસ્થાઓએ ઘણી આવનારા દિવસોમાં કોર કમિટીની ટીમ ભેગી થશે, મજબૂતાાઈ આગળ વઘીશું, લડત લડીશું. અનામતની પીડા માટે અમારી લડાઈ છે. સરકારે કોઈ માંગણી સ્વીકારી નથી.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરીયાને લઈને રેલી નીકળી ચૂકી છે. તો બીજી તરફ, પોલીસે સચીન ચાર રસ્તા પાસે પાટીદારોના વાહનો રોક્યા હતા. ટ્રાકિક જામ ન થાય તે માટે પોલીસે કેટલીક સૂચના આપેલી છે. વાહનોને અજ્ઞાત જગ્યાએ પાર્ક કરીને ચાલતા લાજપોર જેલ જવાની સૂચના આપવામા આપી છે. પોલીસે રોડ પર બેરોકટોક મૂકેલા વાહનોને રોક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે