J&K: મુજગુંડમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક આતંકી માત્ર 14 વર્ષની ઉંમરનો

જમ્મુ અને કાશ્મીરમાં મુજગુંડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે છેલ્લા 15 કલાકથી પણ વધુ સમયથી અથડામણ ચાલી રહી છે.

J&K: મુજગુંડમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક આતંકી માત્ર 14 વર્ષની ઉંમરનો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં મુજગુંડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણનો આખરે 18 કલાક બાદ અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓ શ્રીનગરમાં હુમલો કરવાની ફિરાકમાં હતાં. માર્યા ગયેલા 3 આતંકીઓમાંથી 2 વિદેશી હતા. તમામ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સંગઠન સાથે જોડાયેલા કહેવાય છે. જેમાંથી એકની ઉંમર 14 વર્ષની હતી. હજુ જો કે તેમના મૃતદેહો મળી આવ્યાં નથી. આ અથડામણ દરમિયાન લગભગ 6 ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. 

સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સયુંક્ત રીતે આ અભિયાનને અંજામ આપી રહ્યાં છે.  સુરક્ષા દળોને અથડામણ દરમિયાન પથ્થરમારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે સાંજે આતંકીઓના સમર્થનમાં પથ્થરબાજોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં શનિવાર રાતથી જ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ શનિવારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળું રાજધાની ગણાતી શ્રીનગરના બહારના વિસ્તાર મુજગુંડમાં શરૂ થઈ હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ મુજગુંડમાં શ્રીનગર બાંદીપુરા માર્ગ પાસે સાંજે ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહી અથડામણમાં ફેરવાઈ ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news