AMC Election: અમદાવાદના વાસણા વોર્ડની ચૂંટણીમાં પિતા-પુત્ર સામસામે ટકરાશે

ગુજરાતમાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યાંક ઘર-ઘરમાં જ ટિકિટ માટે કકળાટ થયો તો ક્યાંક એક જ ઘરના સભ્યો સામ-સામે ચૂંટણી જંગમાં ઉતરી પડ્યાં.

AMC Election: અમદાવાદના વાસણા વોર્ડની ચૂંટણીમાં પિતા-પુત્ર સામસામે ટકરાશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે લોકો કહેતા હોય છેકે, રાજકારણ બહુ ખરાબ વસ્તુ છે. કારણકે, અહીં ઘણીવાર પદ અને પ્રતિષ્ઠાની લાલશા એટલી હદે વધી જતી હોય છેકે, તેની સામે પરિવારિક સંબંધોની પણ કોઈ કિંમત રહેતી નથી. ગુજરાતમાં યોજાનર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આ વખતે કંઈક આવો જ ઘાટ ઘડાયો છે. જ્યાં અમદાવાદમાં જ પિતા-પુત્ર તમને સામસામે ચૂંટણી લડતા જોવા મળશે.

આમ હવે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ચૂંટણીના મેદાનમાં પિતા-પુત્ર સામસામે જોવા મળશે. હવે આ ચૂંટણી જંગમાં પિતા પોતાના પુત્રથી વધારે સવાયો સાબિત થાય છે કે પછી પુત્ર પિતા કરતાં વધારે મજબૂત બનીને સામે આવશે? તે તો આવનારો સમય જ જણાવશે. આ પહેલો બનાવ નથી જ્યારે આવું બન્યું હોય. રાજકારણમાં હવે આ વસ્તુ સામાન્ય બની ગઈ છે. જોકે, આ રાજકારણને કારણે સંબંધોમાં હંમેશા માટે તિરાડ પડી જતી હોય છે તે બાબત તો નક્કી છે.

પિતા-પુત્ર એક જ બેઠક પર સામ-સામે ચૂંટણી લડશે
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે, રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ સત્તાની લાલચમાં સબંધોની પણ શરમ નથી રાખતા. રાજકારણમાં આવ્યા બાદ તેઓ નથી જોતા, પોતાની સામે કોણ ઉભુ છે? એટલે કે રાજકારણમાં સામેલ થવા માટે તમામ સબંધોને ભૂલવા પડતા ગોય છે. કંઈક આવું જ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં જોવા મળ્યું છે.

પિતાને કોંગ્રેસે તો પુત્રને આમ આદમીએ આપી ટિકિટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમદાવાદના વાસણા વોર્ડમાં એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. જેમાં વાસણા વોર્ડમાં પિતા-પુત્ર સામ-સામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાં દીનુભાઈ ગોહિલને કોંગ્રેસ તરફથી જ્યારે તેમના પુત્ર વિનોદ ગોહિલને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news