એએમસીએ 542 કરોડનો સુધારો કરી 8051 કરોડનું બજેટ કર્યું રજૂ
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે તેમાં 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ છે. આ બજેટમાં પ્રોપર્ટી
ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ બજેટમાં શહેરમાં 6 મોડલ રોડ બનાવવા માટે રૂ.30 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ દર્દીના સગાને હોસ્પિટલમાં રૂ.10માં ભોજન આપવાની યોજના બનાવી છે. વાડજ, નરોડા પાટિયા, વિનોબા ભાવે
નગર, મણિનગર, ગેલકસી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બનાવાશે.
Trending Photos
અર્પણ કાયદાવાલ/અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે તેમાં 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ બજેટમાં શહેરમાં 6 મોડલ રોડ બનાવવા માટે રૂ.30 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ દર્દીના સગાને હોસ્પિટલમાં રૂ.10માં ભોજન આપવાની યોજના બનાવી છે. વાડજ, નરોડા પાટિયા, વિનોબા ભાવે નગર, મણિનગર, ગેલકસી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બનાવાશે.
- રૂ. 30 કરોડના ખર્ચે 6 ફ્લાયઓવર
- રૂ.542 કરોડના સુધારા સાથે રૂ.8051 કરોડનું બજેટ
- પ્રોપર્ટી અને પાણી વેરાના દરમાં કોઈ વધારો નહીં
- ચેરિટેબલ ટ્રસ્ટના ફિઝિયોથેરાપી સેન્ટરને 70 ટકા ટેક્સ રિબેટ
- મ્યુનિસિપલ બિલ્ડીંગમાં ચાલતા ટ્રસ્ટ દવાખાનાને ટેક્સ રિબેટ
- ઈલેક્ટ્રિક વાહનોને વાહન વેરામાં 100 ટકા રાહત
- ધાર્મિક પ્રસંગે કાચા મંડપોને ફીમાંથી મુક્તિ અપાઈ
- શારદાબેન હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
- LG હોસ્પિટલમાં IVF અને સુપર સ્પેશિયાલિસ્ટ બનશે
- માણેકચોક રિડેવલપમેન્ટ પ્લાન માટે રૂ.5 કરોડનો ખર્ચ
- ઉત્તર–પૂર્વમાં ડ્રેનેજ કામોને પ્રાધાન્ય
- ગોધાવી કેનાલને જોડતા સ્ટોર્મ વોટર નેટવર્ક માટે 10 કરોડ
- ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે રૂ.10 કરોડ
- કાઉન્સીલરની વાર્ષિક ગ્રાન્ટ પુનઃ રૂ.25 લાખ કરવામાં આવી
- કમિટી ચેરમેન અને ડે.ચેરમેનને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવાશે.
- રૂ.38 કરોડના ખર્ચે લો-ગાર્ડન ખાણીપીણી બજાર વિકસાવાશે
- અમદાવાદ ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર ઊભુ કરાશે
- એનિમલ રેસ્ક્યુ, હોસ્ટેલ, હોસ્પિટલ માટે રૂ.5 કરોડ ફાળવાશે
- ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક મેનેજમેન્ટ માટે 20 કરોડ
- રિવરફ્રન્ટ ફલાવર ગાર્ડન સામે, સિંધુભવન, દાણાપીઠ અને પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટીલેવલ પાર્કિંગ
- હાઉસિંગ બોર્ડની વસાહતોમાં સુવિધા માટે 10 કરોડ
- મોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે 10 કરોડ
- લાંભા બળીયાદેવ મંદિર વિસ્તાર ડેવલપમેન્ટ માટે 7 કરોડ
- માઇક્રિલિંક પદ્ધતિથી ડ્રેનેજ લાઇન માટે 10 કરોડ
- મોડલ રોડ ડેવલપમેન્ટ માટે 30 કરોડ,
- એનિમલ હોસ્ટેલ માટે 5 કરોડ,
- વેજીટેબલ માર્કેટ તથા માર્કેટ નવીનીકરણ માટે 3 કરોડ
- આંગણવાડીના મકાનો-સ્માર્ટ આંગણવાડી માટે 3 કરોડ
- 100 બેડ રેફરલ હોસ્પિટલ- પૂર્વ વિસ્તાર માટે 7 કરોડ
- અર્બન ફોરેસ્ટ માટે 1 કરોડ, થીમ બેઝ ગાર્ડન માટે 3 કરોડ
- પ્રેમાભાઈ હોલ પુનઃ કાર્યરત કરવા માટે 3 કરોડ
- ઓડિટોરિયમ,કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ માટે 10 કરોડ
- સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (પૂર્વ વિસ્તાર) માટે 5 કરોડ
- સ્મશાનગૃહ માટે 10 કરોડ, એક્સિલેટર સાથે ફૂટ ઓવરબ્રિજ માટે 2 કરોડ
- મ્યુ.કાઉન્સિલર-મ્યુ.અધિકારી કલબ હાઉસ માટે 1 કરોડ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પદભાર સંભાળ્યા બાદ પોતાનું સૌપ્રથમ સુધારિત બજેટ રજૂ કરાયું હતું. આ સુધારિત બજેટમાં અમૂલ ભટ્ટે અગાઉના ચેરમેનની જેમ પોતાના બજેટમાં શહેરની કાયાપલટ કરવાની સાથે-સાથે વિકાસયાત્રાને રોકેટગતિએ આગળ લઈ જવાનું આયોજન કરાયું હોવાનો દાવો કર્યો છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલા વિવિધ વેરાનું વળતર નવા-નવા પ્રોજેક્ટ દ્વારા આપીને આ બજેટ માત્ર આંકડાની માયાજાળ નથી તેમ જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આગામી નાણાકીય વર્ષ ૨૦19-20ના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 542 કરોડનો વધારો કરાયો છે.
ગટરમાંથી ઘુસી ગુજરાતીઓના કરોડોના દાગીના-રોકડાની ચોરી
શાસકોના સુધારિત બજેટમાં નવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં અગાઉના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા રૂ. ૬૯૯૦ કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જોકે છેલ્લાં દશ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં જંગી વધારો થયો છે.
ગત નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૨૪૫૧ કરોડ, વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ, ૩૩૩૫ કરોડ, વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૪૧૮૫ કરોડનું બજેટ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૫૩૫૦ કરોડે પહોંચ્યું હતું, જે હવે વધીને રૂ. ૮૦૦૦ કરોડને સ્પર્શી ગયું છે, જોકે દર વર્ષે બજેટની મોટા ભાગની દરખાસ્તો ‘કાગળ’ પર રહેતી હોઇ નાગરિકો માટે તો એકંદરે છેતરામણું કહો કે હથેળીમાં ચાંદ બતાવનારું આભાસી બજેટ બનતું હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતું રહે છે. બજેટના મોટા થયેલા કદ અંગે ભાજપી શાષકો એએમસીની મજબૂત થયેલી આર્થિક સ્થીતી અને આવકના અંદાજ મુજબ કામગીરી કરવાની વાત કરી રહ્યા છે.
હાર્દિક કોંગ્રેસનો 'હાથ' પકડીને અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે
લોકસભાની ચૂંટણીના આ વર્ષમાં શહેરીજનોના માથે કોઇપણ નવા કરવેરા વગરના આ બજેટમાં શાષકોએ શહેરીજનોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે. ત્યારે શહેરના વિકાસને રોકેટગતીથી આગળ વધારવા માટે કરવામાં આવેલી જોગવાઇઓનું કેટલી ઝડપથી અમલીકરણ થાય છે તે જોવુ મહત્વનુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે