એન્ટવર્પઃ ગટરમાંથી ઘુસી ગુજરાતીઓના કરોડોના દાગીના-રોકડાની ચોરી

બ્રસેલ્સનાં એન્ટવર્પ શહેરની એક બેંકના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં ગટર માર્ગે ઘૂસેલા ચોર ૩૦ લોકર્સ તોડી તેમાં રહેલી કરોડો રૂપિયાની કિંમતી ચીજ-વસ્તુઓ ચોરી કરી ગયા છે. ઘટના શનિવારે બપોર બાદ બની હતી, જેની જાણ સોમવારે સવારે સિક્યુરિટી ગાર્ડને થઈ હતી. જે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી ચોરી કરવામાં આવી છે તે તમામ ગુજરાતીઓના હોવાનું સામે આવ્યું છે.

એન્ટવર્પઃ ગટરમાંથી ઘુસી ગુજરાતીઓના કરોડોના દાગીના-રોકડાની ચોરી

તેજશ મોદી/સુરત: બ્રસેલ્સનાં એન્ટવર્પ શહેરની એક બેંકના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં ગટર માર્ગે ઘૂસેલા ચોર ૩૦ લોકર્સ તોડી તેમાં રહેલી કરોડો રૂપિયાની કિંમતી ચીજ-વસ્તુઓ ચોરી કરી ગયા છે. ઘટના શનિવારે બપોર બાદ બની હતી, જેની જાણ સોમવારે સવારે સિક્યુરિટી ગાર્ડને થઈ હતી. જે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી ચોરી કરવામાં આવી છે તે તમામ ગુજરાતીઓના હોવાનું સામે આવ્યું છે.

દુનિયામાં હીરા બજારનું મક્કા કહેવાય છે, દુનિયા ભરના હીરા ઉદ્યોગકારોની ઓફિસો અહીં આવી છે, તેમાં ભારતીઓનો પણ સમાવેશ થાય છે. એન્ટવર્પમાં સૌથી વધુ ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે, ત્યારે ગુજરાતીઓ હંમેશા ગુનેગારોના નિશાના પર હોય છે. આવી જ એક ઘટના ગત શનિવારે બની છે. ગત શનિવાર-રવિવારની રજામાં એન્ટવર્પની બેંકમાં થયેલી ચોરીની ઘટના સામે આવી છે. એન્ટવર્પમાં ગુજરાતી હીરાવેપારીઓ- ઉદ્યોગકારોની વસાહત નજીકના બેલગેલા ઇન સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી બેંકને ચોર ટોળકીએ ટાર્ગેટ કરી હતી. 

એન્ટવર્પમાં શનિવારે બપોર બાદ બેંક બંધ રહેતી હોય તો રવિવારે પણ રજા હોય છે. ત્યારે ચોર શનિવારે બપોર બાદ બેંકના સેઇફ વોલ્ટમાં ઘૂસ્યા હતા. જેઓએ બેંકના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં ઘૂસવા માટે ફિલ્મી સ્ટાઇલથી બેંક નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇનનો ઉપયોગ કર્યો હતો. ડ્રેનજ લાઈન પાસે થી જ 4 મીટરના અંતરથી ટનલ ચોરોએ બનાવી હતી. બાદમાં ગટર માર્ગે બેંકમાં ઘૂસ્યા હતા. બે દિવસ દરમિયાન નિરાંતે તેઓએ બેંકમાં ઘૂસી ૩૦ જેટલા લોકર્સ તોડયા હતા. અને બાદમાં ફરાર થઇ ગયા હતાં.

હાર્દિક કોંગ્રેસનો 'હાથ' પકડીને અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે

મહત્વનું છે કે જે બેંકમાં ચોરીની ઘટના બની છે, તેમાં મોટા ભાગે ગુજરાતી હીરાવેપારીઓ અને ઉદ્યોગકારોના લોકર્સ છે. ફિલ્મી સ્ટાઇલથી થયેલી ચોરીમાં કરોડોની કિંમતના દાગીના તથા રોકડ પણ ચોરાઇ હોવાની વિગતો છે. જો કે, આ ઘટના બાદ ત્યાંની પોલીસ દ્વારા બેંક સીલ કરાઇ હોય તથા કોઇને પ્રવેશ કરવા દેવાયો નહિ હોય, લોકરધારકો પણ તેમના લોકર્સ અંગેની વિગતો મેળવી શકયા નથી. જોકે પોલીસ જેમના લોકરમાંથી ચોરી થઇ છે, તેમના નિવેદનો નોંધી રહી છે.

Chori-1.jpg

હીરા ઉદ્યોગનું હબ છે એન્ટવર્પ
એન્ટવર્પ દુનિયાના ડાયમન્ડ ટ્રેડની રાજધાની છે. અહીં દુનિયા ભરના હીરા ઉદ્યોગકારોની ઓફિસો આવેલી છે, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. બ્રસેલ્સના એરપોર્ટ પરથી રોજના 20 કરોડ ડોલરના હીરાની હેરાફેરી થાય છે. દુનિયાના 10માંથી 8 રફ ડાયમન્ડ અને 10માંથી 5 પોલિશ્ડ ડાયમન્ડ એન્ટવર્પમાંથી પસાર થાય છે. એન્ટવર્પ શહેરમાં હીરાની ચોરી અટકાવવા આશરે 2,૦૦૦ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. વળી શહેરમાં ડગલેને પગલે પોલીસનો બંદોબસ્ત છે. જોકે તેમ છતાંય ચોરી અને લૂટની ઘટનાઓ બને છે. 

દુનિયાના હીરાઉદ્યોગના સૌથી મોટા કેન્દ્રમાં થયેલી આ ચોરીને કારણે એન્ટવર્પની સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે અતિ સુરક્ષિત ગણાતા એન્ટવર્પમાં જો આટલી મોટી ચોરી થઈ શકતી હોય તો મુંબઈ અને સુરતના હીરાબજારમાં તો રસ્તા ઉપર બેસીને વેપારીઓ હીરાની લે વેચ કરે છે, ત્યારે તેમની સલામતી તો તદ્દન ભગવાન ભરોસે ગણી શકાય છે.

અગાઉ પણ થઇ હતી કરોડોની ચોરી-લૂંટ
ઇ.સ. ૨૦૦3ની સાલમાં એન્ટવર્પમાં 10 કરોડ ડોલરના હીરાની ચોરી કરવા લુટારાઓએ મહિનાઓની નહીં પણ વર્ષોની તૈયારીઓ કરી હતી. તેમણે ઇ.સ. 2૦૦૦ની સાલમાં ડાયમન્ડ સેન્ટરમાં ભાડેથી ઓફિસ લીધી હતી અને તેની સુરક્ષાવ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. તેમણે સેફ ડિપોઝિટ વોલ્ટની એલાર્મ સિસ્ટમનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો અને તેને નાકામ બનાવવાના ઉપાયો શોધી કાઢયા હતા. તેમણે કોઈ રીતે વોલ્ટની ચાવીઓ મેળવી લીધી હતી અને તેની ડુપ્લિકેટ બનાવી લીધી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

એક ચોરે તો પોતાની ઓળખાણ હીરાના વેપારી તરીકે આપીને સેફ ડિપોઝિટ વોલ્ટમાં લોકર પણ મેળવ્યું હતું અને વર્ષો સુધી આ લોકરનો ઉપયોગ કર્યો હતો. હીરાના લુટારાઓ ૧૫મી ફેબ્રુઆરી 2003ની રાતે ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને વોલ્ટમાં પ્રવેશ્યા હતા. તેમણે એલાર્મ સિસ્ટમને અને સીસીટીવી કેમેરાને અગાઉથી નકામા બનાવી દીધા હતા. ડાયમન્ડ સેન્ટરમાં કુલ 16૦ વોલ્ટમાં હીરાઓ રાખવામાં આવ્યા હતા. હીરાના ચોરોને સમય ઓછ પડ્યો એટલે તેઓ તેમાંના 123 વોલ્ટમાંથી જ હીરાઓ ચોરી શક્યા હતા. 

એન્ટવર્પમાં ડાયમન્ડ સેન્ટરમાં 1૦ કરોડ ડોલરના હીરાની લૂંટ થઈ તેને પગલે બેલ્જિયમની પોલીસે તપાસ શરૂ કરી હતી. આ લૂંટમાં ઈટાલીની ‘તુરીન’ નામની બુદ્ધિશાળી ગેંગની સંડોવણી હોવાનું જણાયું હતું. આ ગેંગ હીરા લૂંટવા માટે ક્યારેય હિંસા આચરતી નહોતી. આ ગેંગમાં ચાર સભ્યો હતા. તેમાંનો એક ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાનો નિષ્ણાત હતો. બીજો હીરાના વેપાર સાથે સંકળાયેલો હતો. ત્રીજો સીસીટીવી કેમેરાનો નિષ્ણાત હતો. ચોથો એલાર્મ સિસ્ટમનો જાણકાર હતો.

Chori-2.jpg

એન્ટવર્પની પોલીસે ઈટાલીની પોલીસના સહકારથી આખી ગેંગને પકડી પાડી હતી. આ તપાસમાં એક લુટારુએ છોડેલી અડધી ખાધેલી સેન્ડવિચ પણ મદદરૂપ બની હતી. તેમણે ચોરેલા ૧૦ કરોડના હીરા ક્યારેય હાથ લાગ્યા નહોતા. આ હીરા દુનિયાના બજારમાં એક નંબરના હીરા તરીકે વેચાઈ ગયા હતા.

બ્રસેલ્સમાં બોલિવૂડની ‘ધૂમ’ સિરીઝની ફિલ્મોમાં જોવા મળતી ચોરી જેવી હતી. હેલ્વેટિક એરવેઝની ફલાઇટ સ્વિટ્ઝર્લેન્ડ જવા તૈયારીમાં હતી ત્યાં બે પોલીસ વાન બ્લૂ લાઇટ ઝબકાવતી આવી ગઈ હતી. તેમાંથી આઠ લુટારાઓ પોલીસ અધિકારીઓના યુનિફોર્મમાં ઉતર્યા હતા. સુરક્ષા કર્મચારીઓને ગફલતમાં નાખવા જ તેમણે પોલીસનો યુનિફોર્મ ધારણ કર્યો હતો.

નવસારી : PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે ખેડૂતો બોલ્યા, ‘જાન દેંગે પણ જમીન નહિ દેંગે’

સુરક્ષા કર્મચારીઓ હજી કાંઈ સમજે એ પહેલાં તેમણે વિમાનના ભંડકિયામાંથી હીરાના 12૦ પાર્સલ ઉપાડીને કારમાં ગોઠવી દીધા હતા. માત્ર પાંચ જ મિનિટમાં આખું ઓપરેશન પાર પાડીને તેઓ જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા ચાલ્યા ગયા હતા. વિમાનમાં બેઠેલા ૨૯ ઉતારુઓને તો લૂંટ થઈ રહી હોવાની ગંધ પણ આવી નહોતી. બીજા દિવસે સવારે લુટારાઓ દ્વારા જે વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બળી ગયેલી હાલતમાં એરપોર્ટ નજીકથી મળી આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news