અમેરિકાથી માતૃભૂમિની સેવા: બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું

અમેરિકામાં સ્થાયી થઈ ગયા પછી પણ માતૃભૂમિના બાંધવોની ચિંતા કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. 36 લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે.

અમેરિકાથી માતૃભૂમિની સેવા: બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું

ઝી બ્યુરો/અમદાવાદ: કહેવાય છે સેવા કરવા માટે કોઈ બંધનની જરૂર પડતી નથી. ત્યારે અમેરિકાથી માતૃભૂમિની સેવા કરવા માટે બીજે મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું છે. અમેરિકામાં સ્થાયી થઈ ગયા પછી પણ માતૃભૂમિના બાંધવોની ચિંતા કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. 36 લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે.

આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં વિવિધ ડોનેશનના માધ્યમથી રૂ.1.08 કરોડનાં નવીન ત્રણ ડિજિટલ એક્સ-રે મશીન દર્દીઓના હિતાર્થે કાર્યરત કરાયા છે. સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી, ટ્રોમા સેન્ટર અને જી-1 માં ડિજીટલ એક્સ-રે ની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ પ્રસંગે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, દર્દીઓને સઘન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવીને મદદરૂપ બની રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કરતા રૂ.36 લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સધન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવી મદદરૂપ બની રહી છે. સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉમદા હેતુથી વિવિધ કંપનીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દીકલ્યાણના હેતુથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઉપકરણો અને સુવિધાઓમાં વધારો કરવા ડોનેશન કરવામાં આવ્યું છે. 

No description available.

મહત્ત્વની બાબત એ છે કે, બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓના અમેરિકા સ્થિત એલ્યુમ્ની એસોસિએશન દ્વારા આ ડોનેશન કરવામાં આવ્યું છે. તદ્ઉપરાંત અશોકભાઇ અને સત્પાલભાઇ મિગલાની બંધુઓ દ્વારા માતૃશ્રીની સ્મૃતિમાં એક ડિજીટલ એક્સ-રે મશીન તેમજ જે.એમ. ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા પણ સિવિલ હોસ્પિટલમાં ડિજિટેલ એક્સ-રે મશીન ડોનેટ કરવામાં આવ્યાં છે. 

આમ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓના ફંડ મારફતે અને કંપનીઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત અંદાજિત રૂ. 1.08 કરોડની રકમનાં 03 ડિજિટલ  એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. ડોનેશનમાં મળેલા નવીન અત્યાધુનિક ડિજિટલ એક્સ રે મશીનને સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ટ્રોમા સેન્ટર અને જી-1 એક્સ રે સેન્ટરમાં કાર્યરત કરવામાં આવ્યાં છે. 

જેના પરિણામે દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. એક્સ-રે રિપોર્ટ જરૂરી હોય એવા દર્દીઓનો ધસારો જોતા નવીન એક્સ-રે મશીન કાર્યરત થવાથી દર્દીઓને ત્વરિત પરિમાણ ઉપલબ્ધ બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news