અમરાઈવાડીના PI કે.એ ડામોરને નશાની હાલતમાં મહિલા પત્રકાર સાથે ગેરવર્તન ભારે પડ્યું, આખરે સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના એક કેસમાં PI સામે ખાતકીય તપાસ હતી, જેમાં મરાઈવાડી PI સામે નશાની (Drunk Police) હાલતમાં એક મહિલા પત્રકારને (Female Journalist) માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: અમરાઈવાડી PI કે.એ.ડામોર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. સુરેન્દ્રનગરના એક કેસમાં PI સામે ખાતકીય તપાસ હતી, જેમાં મરાઈવાડી PI સામે નશાની (Drunk Police) હાલતમાં એક મહિલા પત્રકારને (Female Journalist) માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં તપાસ થતાં IGએ અમરાઈવાડી PI કે.એ.ડામોરને સસ્પેન્ડ કર્યા છે. હાલ અમરાઈવાડી PI તરીકે જસમીન રોઝિયાને મુકવામાં આવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમરાઈવાડી PI કે.એ.ડામોર સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા હતા. ત્યારે ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં તેમને ડ્યૂટી સોંપાઈ હતી. તે દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરીને PI કે.એ. ડામોર ચોટીલા જવા નીકળ્યો હતો, જ્યાં જાણવા મળ્યું હતું કે, પીઆઇ ડામોર દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈને નીકળ્યા હતા. આ દરમિયાન જ રસ્તામાં મહિલા પત્રકાર મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરી રહી હતી. ત્યારે મહિલાએ ડામોરની ગાડીની ઓવરટેક કરી હતી.
જે વાતનો ડર હતો તેજ થયું! ગુજરાતના આ 2 મોટા શહેરોમાં હાઈરિસ્ક ઓમિક્રોનની દહેશત
બાદમાં અમરાઈવાડી PI એ પિત્તો ગુમાવ્યો હતો, અને પોતાની ગાડી ઓવરટેક કરીને મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. આ હરકત બાદ ડામોર ભાગી ગયા હતા. તેમ છતાં પત્રકાર મહિલાએ હિંમતથી તેનો પીછો કર્યો અને એની જાણ કંટ્રોલને કરી હતી. મહિલાને ચોટીલા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે PI ડામોરે મહિલા પત્રકાર પર હાથ ઉપાડ્યાની વાત પણ સામે આવી હતી. મહિલાને માર મારવાની ઘટના બાદ મામલો ગરમાયો હતો. અને મહિલા અને એમની ટીમ રોષે ભરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે