ગુજરાતના 7 જિલ્લામાં લોકોના રૂપિયા ખોવાઈ રહ્યા હતા, એ પણ એક જ પેટર્નથી, અમરેલી પોલીસે શોધી નાંખ્યો શાતિર ચોર

Crime News : બેંક પોસ્ટ ઓફિસ માં પૈસાની લેતી દેતી કરનાર ગ્રાહકો મુસાફરો અને રાહદારીઓ ની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર પારગી ગેંગના ત્રણ સભ્યોને રોકડા રૂપિયા એક લાખ 15 હજાર સાથે અમરેલી પોલીસે ઝડપી પાડ્યા અને 16 ગુનાઓની કબુલાત આપી જોઈએ આ રિપોર્ટમાં..

ગુજરાતના 7 જિલ્લામાં લોકોના રૂપિયા ખોવાઈ રહ્યા હતા, એ પણ એક જ પેટર્નથી, અમરેલી પોલીસે શોધી નાંખ્યો શાતિર ચોર

Amreli News કેતન બગડા/ અમરેલી : રાજ્યના અલગ-અલગ 7 જિલ્લાઓમાં પાછલા ઘણા સમયથી લોકોના રૂપિયા ખોવાય રહ્યા હતા અને તે પણ એક જ પેટર્નથી. જેમાં સૌથી વધુ પૈસા ખોવાય રહ્યા હતા, અમરેલી જિલ્લામાં, અને તે પણ બેન્ક અને પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી. જેથી પોલીસને શંકા ગઈ અને પોલીસે તપાસ કરી.જેમાં જે હકીકત સામે તે ચોંકાવનારી છે. કારણ કે આ પૈસા ખોવાતા નહોતા. આ પૈસાની ચોરી કરવામાં આવતી હતી. કોણ છે આ શાતિર ચોર, ક્યાં-ક્યાં કરી ચુક્યા છે ચોરી. જુઓ આ અહેવાલમાં....

અમરેલી પોલીસને મળેલી ફરિયાદ મુજબ બેંકમાંથી પૈસા લઈ જનાર ગ્રાહકો પોસ્ટ ઓફિસમાંથી પૈસાની લેતી દેતી કરનાર ગ્રાહકો અને રાહદારીઓ સાથે નજર ચૂકવી અને પારગી ગેંગના ત્રણ સભ્યો રોકડ રૂપિયાની ચોરી કરી રહ્યા હોવાની વાતને અમરેલી પોલીસે ગંભીરતાથી લીધી હતી. અમરેલીની રવિવારી બજારમાંથી ત્રણ શંકાસ્પદ ઈસમોને પકડી પાડતા અને આખરી પૂછપરછ કરતા તેમજ સઘન પૂછપરછ કરી હતી. જેમાં તેમણે 16 જેટલા ગુનાઓની કબુલાત આપી હતી અને ચોરીના મુદ્દામાલમાં રોકડ રૂપિયા એક લાખ 15 હજાર રોકડા કબજે કર્યા હતા. 

એસપી અમરેલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, મુકેશ તુલસીરામ ગુર્જર રહેવાથી અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે રામ પતિ મુકેશ ગુર્જર રહેવાસી અમરેલી અને કપિલ મહોબતસિંહ પવાર રહેવાથી અમરેલી એલસીબી ઝડપી લીધા અમરેલી એલસીબી પોલીસની પૂછપરછ દરમ્યાન ગુજરાતના 7 વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા સ્થળોએ લોકોના ખબર ન પડે તે રીતે ચોરી કરતી હતી. લોકોના પાકીટમાંથી અને થેલીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરવામાં આ ગેંગ સફળ થઈ હતી. પરંતુ અમરેલી એલસીબીએ તેમને ઝડપી પાડ્યા હતા. આ ગેંગના એક આરોપીએ કઈ રીતે લોકો પાસેથી વાતો કરાવી અને ખિસ્સામાંથી પાકીટ શેરવી લે છે તેનો ડેમો પણ કરી બતાવ્યો હતો.

પકડાયેલા આરોપી
મુકેશ તુલસીરામ ગુર્જર, રામપતિ મુકેશ ગુર્જર અને મહોબતસિંહ પવાર... જેમાં, મુકેશ અને રામપતિ ગુર્જર પિતા-પુત્રની જોડી છે... આ ત્રણેય શખ્સો સામાન્ય નાગરિકોનું ધ્યાન ચુકવી પૈસા પડાવવામાં એક્સપર્ટ છે.. જે ગેંગને અમરેલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. ગેંગ દ્વારા સાત જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો... 7 જિલ્લામાં આ ત્રિપુટીએ 16 જેટલા ગુનાઓ આચર્યા હતા. 

  • અમરેલી નાગનાથ ચોક ચલાલા ભીમનાથ મંદિર પાસે
  • ચલાલા શાક માર્કેટ પાસે તેમજ લાઠી દરવાજા પાસે
  • સ્ટેટ બેન્ક નજીક સાવરકુંડલા શનિવારી બજાર
  • નાવલી પુલ ઉપર ભાવનગર બોર તળાવ શાક માર્કેટ પાસે
  • મહુવા બસ સ્ટેશન બેંક પાસે રાજકોટના આટકોટ બસ સ્ટેશન પાસે
  • બાબરા કરિયાણાની દુકાન પાસે
  • જામનગર મેન બજારમાં બ્રિજ નીચે કપડાની દુકાનમાં
  • બોટાદના ઢસા ગામે પાનના ગલ્લા પાસે
  • આજીડેમ ચોકડી પાસે
  • રાજકોટ બસ સ્ટેશન પાસે
  • અમદાવાદ ગીતામંદિર પ્લેટફોર્મ પાસે
  • વડોદરા રેલવે સ્ટેશન બહાર

અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, USA જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ

અમરેલી એસપી હિમકર સિંહે જણાવ્યું કે, ઝડપાયેલ મુકેશ તુલસીરામ ગુજ્જર અને તેનો પુત્ર રામપતી મુકેશભાઇ ગુજ્જર બંને સાથે મળી ચોરીને અંજામ આપતા હતા. બંને રસ્તામા ગ્રાહકોને વાતોમા નાખીને ખીસ્સુ કાપી રોકડની ચોરી કરી લેતા હતા. જ્યારે, અમરેલી LCB પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news