ગુજરાતની આ મહિલા સરપંચની જીત પર તમને પણ ગર્વ થઈ જશે

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમાં ગુજરાતની એક સરપંચની જીત પર તમને પણ ગર્વ થઈ જશે. ભારે સંઘર્ષ બાદ આ મહિલાએ જીતનો સ્વાદ ચાખ્યો છે. બે વાર સેરોગેટ મધર રહી ચૂકેલા ભાનુભેન વણકરે આણંદના ગોરવા ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી છે, અને સરપંચ બન્યા છે. 
ગુજરાતની આ મહિલા સરપંચની જીત પર તમને પણ ગર્વ થઈ જશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમાં ગુજરાતની એક સરપંચની જીત પર તમને પણ ગર્વ થઈ જશે. ભારે સંઘર્ષ બાદ આ મહિલાએ જીતનો સ્વાદ ચાખ્યો છે. બે વાર સેરોગેટ મધર રહી ચૂકેલા ભાનુભેન વણકરે આણંદના ગોરવા ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી છે, અને સરપંચ બન્યા છે. 

કોણ છે ભાનુબેન વણકર
ભાનુબેન વણકર બોરસદ તાલુકાના ગોરવા ગામના વતની છે. તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. મને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પરંતુ મારા પતિની આવક ટૂંકી હોવાથી અમને ઘરનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની રહેતુ હતુ. મારા પતિને અનેક દિવસો સુધી કામ મળતુ ન હતું. ઘરમાં રાશન લાવવા પણ તકલીફ થતી હતી. આવામાં મે પરિવારની જવાબદારી ઉપાડવાનુ નક્કી કર્યુ હતું. મેં ગર્ભ ભાડે આપવાનુ નક્કી કર્યુ હતું. 

ક્લિનિકલ ટ્રાયલ માટે જવાનુ નક્કી કરતા જ તેમણે આઈવીએફ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સેરોગેટ મધર બનીને તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આમ, તેમના થકી એક નિસંતાન દંપતીના ઘરે પારણું બંધાયુ હતું. 

જોકે, ગ્રામ પંચાયતની ચૂંટણી તેમના માટે ખાસ બની રહી હતી. તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવાનુ નક્કી કર્યુ હતું. ત્યારે આ ચૂંટણી જીતીને તેમણે ગુજરાતની મહિલાઓનું નામ ગર્વથી ઊંચુ કરી દીધું છે. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. 

એક સમયે જેઓ પતરાના મકાનમાં રહેતા હતા, તે ભાનુબેન હવે ગોરવા ગામની કમાન સંભાળશે. સેરોગસીથી આખા ઘરને પગભર કરનારા ભાનુબેન કહે છે કે, સેરોગસીના રૂપિયાની મદદથી મારો પરિવાર ઉંચો આવ્યો. મારા પતિએ દૂધનો વ્યવસાય શરૂ કર્યો. આમ સેરોગસીથી તેમનુ જીવન બદલાઈ ગયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news