સુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત, વધુ 11 કેસ નોંધાયા


સુરત જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 1100થી વધુ કેસ સામે આવ્યા છે. 

સુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત, વધુ 11 કેસ નોંધાયા

સુરતઃ ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ગુજરાતમાં સુરત બીજું શહેર છે જ્યાં સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આજે વધુ 11 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1105 થઈ ગઈ છે. શહેરમાં લિંબાયત વિસ્તારમાં વધુ કેસ સામે આવ્યા છે. હાલ તો તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. 

સુરતમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર
નવા 11 કેસની સાથે સુરતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1105 થઈ ગઈ છે. અત્યાર સુધી સુરત જિલ્લામાં કોરોના વાયરસને કારણે 51 લોકોના મૃત્યુ થયા છે તો 708 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

સુરતમાં APMC માર્કેટને લઈ જાહેરનામું
સુરત પોલીસ કમિશનર દ્વારા એપીએમસી માર્કેટને લઈને વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એપીએમસીમાં છૂટક વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ચે. ટ્રક, ટ્રેક્ટરને પ્રવેશ આપવામાં આવશે પરંતુ રિક્ષા, છોટા હાથી, ટેમ્પા જેવા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નથી. માર્કેટમાં હાજર રહેતા તમામ લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. આજથી 31 મે સુધી આ જાહેરનામું લાગૂ રહેશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news