Smc News

કચરામાંથી સોનું પેદા કરતી ગુજરાતની મહાનગરપાલિકા! લાખોના રૂપિયા રળતી થઈ
સુરત મહાનગરપાલિકા હર હંમેશ કંઈક નવું કરી પોતે કરોડો રૂપિયાની કમાણી કરતું હોય છે. આ સાથો સાથ અવનવા પ્રોજેક્ટ પણ લાવી સમગ્ર દેશે દુનિયામાં પોતાનું નામ કરતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના નામે વધુ એક પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. સુરત મહાનગરપાલિકા હવે શહેરમાં આવેલા તમામ શાકભાજી માર્કેટને આદર્શ શાકભાજી માર્કેટ બનાવવા જઈ રહી છે. હાલ સુરતની અંદર દસ એવા શાકભાજી માર્કેટ છે, જેની અંદર વેસ્ટ શાકભાજી અને ફળનો સદુપયોગ કરીને ખાતર બનાવવામાં આવે છે. જ્યાં એક તરફ ખાતરની અછત જોવા મળે છે. ત્યારે મહાનગર પાલિકા નવતર પ્રયોગ કરી રોજે હજારો વેસ્ટ શાકભાજી અને ફળથી બેસ્ટ ખાતર બનાવી રહી છે.
Sep 2,2024, 16:07 PM IST

Trending news