સુરતથી શ્રમિકોને વતન પહોંચાડવા આજે વધુ 17 ટ્રેન રવાના થશે

ગુજરાતમાં અત્યાર સુધી  699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે.

Updated By: May 23, 2020, 08:06 AM IST
સુરતથી શ્રમિકોને વતન પહોંચાડવા આજે વધુ 17 ટ્રેન રવાના થશે

સુરતઃ કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન પરત મોકલવાની કામગીરી પણ ચાલી રહી છે. સુરતમાંથી લાખો લોકો પોતાના વતન જઈ ચુક્યા છે. આજે પણ સુરતથી વધુ 17 ટ્રેન દ્વારા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે. જેમાં 12 ટ્રેન બિહાર, 3 ઓડિશા, બંગાળ અને તેલંગણા એક-એક ટ્રેન રવાના થવાની છે. મહત્વનું છે કે ગઈકાલે ઉત્તરપ્રદેશની 15માંથી 5 ટ્રેન રદ્દ થઈ હતી. 

ગઈકાલે થઈ હતી ટ્રેન રદ્દ
રાજ્યમાં હાલ લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલી રહ્યાં છે. ત્યારે સુરતમાં રહેતા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેક ખાલી ન હોવાથી શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જો કે, ગઇકાલે 15 પૈકી 5 ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Coronavirus: વડોદરા, સુરત અને કચ્છ સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ

ગુજરાતમાંથી 10 લાખ કરતા શ્રમિકોને પોતાના વતન મોકલાયા
દેશભરમાં લૉકડાઉનને કારણે શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી  699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે. આ 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે 10 લાખ 15 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં સુપેરે પહોચાડવાની વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર