વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદીએ કરી આત્મહત્યા

વડોદરાની સેન્ટ્રલ જેલમાં પોકસો કલમ હેઠળ સજા ભોગવી રહેલા એક કેદીએ ગત મોડી રાત્રે આત્મહત્યા કરી લીદી છે. 

Updated By: May 23, 2020, 07:53 AM IST
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદીએ કરી આત્મહત્યા

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદીએ આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. સંજય વસાવા નામના કેદીએ અગમ્યકારણોસર જેલમાં આત્મહત્યા કરી લીધી છે. આ યુવાન ડભઈના બોરબાર ગામનો વતની છે. ગત મોડી રાત્રે તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા 3 મહિનાથી પોકસો કલમ હેઠળ તે જેલમાં બંધ હતો. 

આત્મહત્યાનું કારણ અંકબંધ
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં સંજય વસાવા નામનો કાચાકામનો કેદી છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. તે ડભોઈના બોરબાર ગામનો રહેવાસી છે. ગત મોડી રાત્રે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે પોકસો કલમ હેઠળ જેલમાં બંધ છે. હજુ સુધી તેની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. હાલ તો જેલ તંત્ર દ્વારા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે આગળ તપાસ કરવામાં આવશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube