AAP Leader Resigned: ગુજરાત AAPને મોટો ઝટકો, વધુ એક નેતાએ તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું

Arjun Rathva Resigned: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું છે.

AAP Leader Resigned: ગુજરાત AAPને મોટો ઝટકો, વધુ એક નેતાએ તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું

AAP Leader Arjun Rathva Resigned: આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં આપના નેતા અર્જૂન રાઠવાને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધુ છે. 

તમને જણાવી દઈએ કે અર્જુન રાઠવા આદિવાસી સમાજના આગેવાન છે અને તેઓ 2013થી ગુજરાત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. 2022માં છોટાઉદેપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હાર્યા હતા. પરંતુ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અર્જુન રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીને સંબોધી પોતાનું રાજીનામું આપી દીધું હતું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાના રાજીનામાથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news