વલસાડમાં ACBની ટ્રેપ, જાણો કયા જાણીતા સરકારી બાબુએ લાંચમાં માંગ્યા 15 લાખ રૂપિયા
ઘટના અંગે વાત કરીએ તો ફરિયાદીએ સબ કોન્ટ્રાકટર તરીકે વલસાડમાં નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલુ અને આ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે લાંચની માગણી કરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે વલસાડમાં એક સફળ ટ્રેપ કરી સરકારી બાબુને ₹ 15 લાખ ની લાંચ લેતા ઝડપ્યા છે. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી માર્ગ મકાન વિભાગનો નાયબ કાર્યપાલક ઈજનેર નિલય નાયક અને બીજો ખાનગી વ્યક્તિ વિક્ર્મભાઈ પટેલની ACB એ છટકું ગોઠવી ધરપકડ કરી હતી.
જોકે આ લાંચ કેસમા આસિસ્ટન્ટ ઈજનેર અનિરૂધ્ધ હાલ ફરાર છે.ACBને મળેલી ફરિયાદ આધારે આ રેડ કરવામાં આવી. ઘટના અંગે વાત કરીએ તો ફરિયાદીએ સબ કોન્ટ્રાકટર તરીકે વલસાડમાં નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલુ અને આ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે લાંચની માગણી કરી હતી.
જે સંદર્ભે આરોપી નિલય અને અનિરુદ્ધ નાઓએ એકબીજાના મેળપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે શરૂઆતમાં 20 લાખ ની માગણી કરેલી અને રકઝકના અંતે 15 લાખની લાંચની આપવાની વાતચિત કરી ACBમાં ફરિયાદ કરી હતી. જોકે ACB એ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય છટકું ગોઠવી પકડાઈ ગયા હતા.
મહત્વનું છે કે આ લાંચ કેસમાં ACB બન્ને આરોપીઓના ઉપરી અધિકારી ધર્મેશ પટેલની પણ તપાસ કરશે અને જો કોઈ ભૂમિકા હશે તો કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે