ભાવનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, હુમલાની સતત ત્રણ ઘટના, એકની હત્યા

ભાવનગરમાં તહેવારોના સમયમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં એક બાદ એક હુમલાની ઘટના બની છે. જેમાં એકની હત્યા કરવામાં આવી છે. 

 ભાવનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, હુમલાની સતત ત્રણ ઘટના, એકની હત્યા

નવનીત દલવાડી, ભાવનગરઃ તહેવારોના ટાણે જ ભાવનગરમાં જાણે કે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે...કેમકે લગાતાર ત્રણ હુમલાની ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં એકની તો હત્યા પણ કરી નાખવામાં આવી છે..શું છે આખીયે ઘટના જોઈએ આ રિપોર્ટમાં..

ભાવનગરમાં એકબાદ એક હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે..પહેલી ઘટના સામે આવી શહેરના શીશુવિહારથી કે જ્યાં સામાન્ય બાબતે ઝઘડો થતાં પિતા પુત્ર સહિત એક વ્યક્તિ પર કરાયો હુમલો,,,અને કારણ હતું સાવ સામાન્ય,,જેમાં તું મારી સામે કેમ જુએ છે તેમ કહી આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે..

Add Zee News as a Preferred Source

તો બીજી ઘટના સામે આવી શહેરના મુખ્ય બજારન ખારગેટ વિસ્તારમાં જ્યાં જુની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો....યુવાન નિખિલ મેર કપડાની ખરીદી કરવા ગયો ત્યારે પાંચ થી છ ઈસમો દ્વારા તેના પર છરી વડે હુમલો કરવામાઁ આવ્યો...

તો તહેવારોના સમયમાં જ પ્રેમ સંબંધમાં હત્યાની ઘટના સામે આવી છે..ઘટના છે ખારગેટ ચોકની જ્યાં દિવાળીવી રાતે જ સરાજાહેર એક યુવાનની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે..અગાઉ પ્રેમસંબંધમાં બોલાચાલી થતા યુવાનની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે...આ મામલે પોલીસે તાત્કાલીક હત્યાનો ગુનો નોંધી ત્રણ યુવાનોને ઝડપી લેવામાં સફળતા મળી છે..આમ જીલ્લામાં રોજેરોજ સામે આવતી હુમલાઓની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે તો અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news