વિરુષ્કાએ વડોદરાના મહારાજાનો ફ્લેટ ભાડે લીધો, દર મહિને ચૂકવશે લાખોનું ભાડું

Virat-Anushka Sharma House : પાવર કપલ અને સૌથી ધનાઢ્ય કપલ ગણાતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈમાં સમુદ્ર કિનારે ભાડેથી ફ્લેટ રાખ્યો

વિરુષ્કાએ વડોદરાના મહારાજાનો ફ્લેટ ભાડે લીધો, દર મહિને ચૂકવશે લાખોનું ભાડું

Virat-Anushka Sharma House : ક્રિકેટર વિરોટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માની ગણતરી પાવર કપલમાં થાય છે. આ કપલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે હાલ મુંબઈમાં તેમણે ભાડેથી લીધેલા એક ફ્લેટના સમાચાર ચર્ચામાં આવ્યા છે. તેમણે મુંબઈમાં એક ફ્લેટ ભાડેથી લીધો છે. ખાસ વાત તો એ છે કે, આ ફ્લેટ વડોદરાના મહારાજાની પ્રોપર્ટી છે. આ ફ્લેટ વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનો છે, જેના માટે વિરુષ્કા લાખોનું ભાડુ ચૂકવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અનુષ્કા અને વિરાટ કોહલીએ મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ પોશ એવા જુહુ વિસ્તારમાં સમુદ્ર કિનારે આવેલો છે. વિરુષ્કાનુ નવુ ઘર ચોથા માળ પર છે, અને સમુદ્ર ફેસિંગ છે. વિરાટ કોહલીએ 1650 વર્ગ ફૂટના આ ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ગત 17 ઓક્ટોબરના રોજ આ ડીલ ફાઈનલ થઈ છે. 

આ ફ્લેટની સાથે બે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ એપાર્ટમેન્ટમાં ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. જેઓ વડોદરાના શાહી પરિવારના વંશજ છે, અને તેઓ વડોદરાના મહારાજા છે. 

Virat Kohli, Anushka Sharma buy 8-acre farmhouse in Alibaug for whooping Rs 19 cr

કેટલી સંપત્તિના માલિક છે વિરુષ્કા
વિરાટ કોહલીનો જન્મ સાધારણ પરિવારમાં થયો હતો, પરંતુ તેમની પાસે આજે કરોડોની સંપત્તિ છે. કોહલી દિલ્હીના એક સામાન્ય પરિવારથી ક્રિકેટની દુનિયામાં આવ્યા હતા. 2021 માં તેમની કુલ સંપત્તિ અંદાજે 950 કરોડ રૂપિયા એટલે કે લગભગ 127 મિલિયન યુએસ ડોલર્સ આંકવામા આવી હતી. 

GQ ના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી દુનિયાના ટોચના 10 સૌથી વધુ કમાણીવાળા એથલિટ્સની લિસ્ટમાં એકમાત્ર ક્રિકેટર છે. કોહલી પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફોર્બ્સ અનુસાર, કોહલી ઓડી, પ્યુમા, મિન્ત્રા અને અન્ય મોટી બ્રાન્ડ્સમાંથી વર્ષે 20 મિલિયન ડોલરથી વધુ રૂપિયા કમાવે છે. 

Trending news