IND vs BAN: બાંગ્લાદેશના પ્રવાસ માટે જાડેજા બહાર, આ સ્ટાર ખેલાડીની ટીમમાં અચાનક થઈ એન્ટ્રી

ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસ પર ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે. પસંદગીકારોએ સંપૂર્ણ ફિટ ન થતાં જાડેજાને બહાર કરી દીધો છે. જાડેજાના સ્થાને આ યુવા ઓલરાઉન્ડરને તક આપવામાં આવી છે. 

IND vs BAN: બાંગ્લાદેશના પ્રવાસ માટે જાડેજા બહાર, આ સ્ટાર ખેલાડીની ટીમમાં અચાનક થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એટલે કે પસંદગીકારોએ જાડેજાના સ્થાને ટીમમાં નવા ખેલાડીને સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસે જનારી ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે. 

બહાર થયો રવિન્દ્ર જાડેજા
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ઈજામાંથી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. એટલે કે ભારતીય પસંદગીકારોએ જાડેજાના સ્થાને શાહબાઝ અહમદને તક આપી છે. શાહબાઝ હવે ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે જશે. નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. 

બાંગ્લાદેશ સામે ભારતીય વનડે ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.

Mored details here - https://t.co/VnBdNf60mN #TeamIndia

— BCCI (@BCCI) November 23, 2022

તો ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે રમાનાર ચાર દિવસીય મેચ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી છે. એ ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. ચાર દિવસીય બીજી મેચમાં ચેતેશ્વર પુજારા અને ઉમેશ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. જે બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ મેચમાં ટીમમાં સામેલ છે. 

ઈન્ડિયા-એ (પ્રથમ મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ. 

ઈન્ડિયા-એ (બીજી મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન, રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news