અરવલ્લી જિલ્લામાં રહો છો? તો આ સમાચાર વાંચી લેજો, છેલ્લા 5 વર્ષમાં 800 વ્યક્તિઓ સાથે થયો છે આ ખેલ!

સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા સાથે ઓનલાઈન છેતરપિંડીમાં પણ વધારો થયો છે. સાઈબર ગઠિયાઓ ઈલેકટ્રીક લાઈટ બીલ ફ્રોડ, ઈન્સટન્ટ લોન, ન્યુડ વીડિયો, ફેક આઈ.ડી, ગુગલ ઉપર બેંકો અને કંપનીઓના ફેક કસ્ટમર કેર નંબર ચાલુ કરીને ઓનલાઈન ઠગાઈ કરતા હોય છે.

અરવલ્લી જિલ્લામાં રહો છો? તો આ સમાચાર વાંચી લેજો, છેલ્લા 5 વર્ષમાં 800 વ્યક્તિઓ સાથે થયો છે આ ખેલ!

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 1.8 કરોડની ઓનલાઈન છેતરપિંડી થઈ છે, જ્યાં 800 વ્યક્તિઓએ સાઈબર ક્રાઈમની ઓનલાઈન અરજીઓ કરી છે.  

સાઈબર ક્રાઈમમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. સાયબર ગઠિયાઓ અનેક મોડસ ઓપરેન્ડી અજમાવી લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવે છે. ત્યારે વર્ષ 2019થી અત્યાર સુધીમાં અરવલ્લીના લોકો પાસેથી 1.8 કરોડની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદો થતાં પોલીસે છેતરપિંડી કરનારાઓના એકાઉન્ટ હોલ્ડ કરી 64 લાખ હોલ્ડ કરાવ્યા છે અને એકાઉન્ટમાં નાણાં પરત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા સાથે ઓનલાઈન છેતરપિંડીમાં પણ વધારો થયો છે. સાઈબર ગઠિયાઓ ઈલેકટ્રીક લાઈટ બીલ ફ્રોડ, ઈન્સટન્ટ લોન, ન્યુડ વીડિયો, ફેક આઈ.ડી, ગુગલ ઉપર બેંકો અને કંપનીઓના ફેક કસ્ટમર કેર નંબર ચાલુ કરીને ઓનલાઈન ઠગાઈ કરતા હોય છે. બેંક એકાઉન્ટ સબંધે, ફ્રેન્ચાઈઝ લેવાના બહાને, લોભામણી જાહેરાતો પોસ્ટ કરીને, ઈ-મેમો ભરવાના બહાને ઠગાઈ કરતા હોય છે.

2019થી અરવલ્લીમાં 800 જેટલા વ્યકિતઓએ ઓનલાઈન
છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની અરજીઓ કરી હતી. જેમાં 1.8 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદો પોલીસને મળી હતી. દરમિયાન જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા ઠગાઈ આચરનારાઓના એકાઉન્ટ ફ્રીજ કરાવી 64.10 લાખ હોલ્ડ કર્યા છે. અને આ નાણાં અરજદારોના એકાઉન્ટમાં પરત કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિકાર થયેલા લોકોને તરત જ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન 1930 ઉપર સંપર્ક કરવા પોલીસ દ્વારા જનતાને અપીલ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news