અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં નવો વળાંક : મૃતકના ભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેણે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. જેથી પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. 

અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં નવો વળાંક : મૃતકના ભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેણે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. જેથી પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. 

હેન્ડગ્રેન્ડથી યુવકનુ મોત નિપજ્યુ હતું 
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતા 32 વર્ષીય લાલજીભાઈ અને એક બાળકીનું બ્લાસ્ટને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આ યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા હતા. અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ અંગેની તપાસમાં મોટો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. 4 દિવસ અગાઉ બ્લાસ્ટમાં યુવાન અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હેન્ડ ગ્રેન્ડથી બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. યુવકના ઘરમાં હેન્ડ ગ્રેનેડ હતો. તેણે 6 મહિનાથી તેના ઘરમાં હેન્ડ ગ્રેનેડ છુપાવી રાખ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તે હેન્ડ ગ્રેનેડની પિન કાઢતો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.  

ભાઈએ આત્મહત્યા કરી 
હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 29 વર્ષીય નાના ભાઈ કાંતિ ફણેજાએ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. જેથી પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. 

હેન્ડ ગ્રેનેડ ધડાકામાં એકમાત્ર સાક્ષી એવી રમેશ ફણેજાની પત્નીએ પોલીસને કહ્યું કે, બે મહિના પહેલા અમારા ઘર પાસે હેન્ડ ગ્રેનેડ પડ્યો હતો. ગ્રેનેડની અંદર શુ છે તે જોવા માટે અમે પીન તોડી તો તે બ્લાસ્ટ થયો હતો. આ ગ્રેનેડ ક્યાંથી આવય્તો તે અમને ખબર નથી.   

તો બીજી તરફ, અરવલ્લીમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ બાદ યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસના બે હથિયાર ધારી જવાનો અને એક હેન્ડ કોન્સ્ટેબલ મંદિરની સુરક્ષામાં મૂકાયો છે. જિલ્લા પોલીસ વડાએ મંદિરની સુરક્ષા મામલે કાર્યવાહી કરી છે. મંદિરમાં આવતા ભક્તોની સલામતી માટે બંદોબસ્ત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news