રિવોલ્વર સાથે Instagram Reels બનાવનાર મહિલા કોન્સ્ટેબલ આવી સામે, હવે શેર કર્યો આ ઇમોશનલ Video

યુપી પોલીસની મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રા (Priyanka Mishra) જેણે રિવોલ્વર સાથે ઈન્સ્ટાગ્રામ રીલ (Instagram Reels) બનાવી હતી. ટ્રોલર્સથી પેરશાન થઈ તેણે પોતાના પદ પરથી રાજીનામું (Priyanka Mishra Resign) આપી દીધું છે

રિવોલ્વર સાથે Instagram Reels બનાવનાર મહિલા કોન્સ્ટેબલ આવી સામે, હવે શેર કર્યો આ ઇમોશનલ Video

આગરા: યુપી પોલીસની મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રા (Priyanka Mishra) જેણે રિવોલ્વર સાથે ઈન્સ્ટાગ્રામ રીલ (Instagram Reels) બનાવી હતી. ટ્રોલર્સથી પેરશાન થઈ તેણે પોતાના પદ પરથી રાજીનામું (Priyanka Mishra Resign) આપી દીધું છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે રિવોલ્વર વીડિયો શેર કર્યા બાદ લોકો સતત પ્રિયંકા મિશ્રાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે, જેના કારણે તેણે પરેશાન થઈને આ પગલું ભર્યું છે.

મહિલા કોન્સ્ટેબલે શેર કર્યો ઇમોશનલ વીડિયો
પ્રિયંકા મિશ્રાએ (Priyanka Mishra) હવે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું, 'રાધે રાધે, હું પ્રિયંકા મિશ્રા છું, બધાને ખબર છે કે મારો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે હું પરેશાન છું અને લોકો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મારો વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે, મહેરબાની કરીને ન કરો. હું ખૂબ જ પરેશાન છું. લોકો કહી રહ્યા છે કે મેં ગુનો કર્યો છે, મેં અભદ્રતા કરી છે. આટલો મોટો ગુનો કર્યો છે. નોકરીમાંથી કાઢી મૂકવી જોઈએ. યુનિફોર્મ ઉતારી લેવો જોઈએ. હું મારી મરજીથી નોકરી છોડવા તૈયાર છું, પણ મહેરબાની કરીને ટ્રોલ ન કરો.

હજુ સ્વીકાર્યું નથી રાજીનામું
પ્રિયંકા મિશ્રાએ (Priyanka Mishra) પોતાનું રાજીનામું વરિષ્ઠ પોલીસ અધિક્ષક આગરા મુનિરાજને મોકલ્યું છે. રાજીનામું મળ્યા પછી, એસએસપીએ કહ્યું કે મહિલા કોન્સ્ટેબલ આવી છે અને તેણે મને રાજીનામું આપ્યું છે. હું તેમની સાથે અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરીશ અને તેના આધારે હું નક્કી કરીશ કે રાજીનામું સ્વીકારવું કે નહીં.

રિવોલ્વરનો વીડિયો થયો વાયરલ
પ્રિયંકા મિશ્રાએ (Priyanka Mishra) થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોલીસની યુનિફોર્મ અને રિવોલ્વર સાથે જોવા મળી હતી. વીડિયોમાં તે ડાયલોગ પર અભિનય કરતી જોવા મળી હતી. તે ડાયલોગ છે, 'હરિયાણા પંજાબ તો બેકાર જ બદનામ છે. આવો ક્યારેક ઉત્તર પ્રદેશમાં રંગબાઝી શું હોય છે અમે તમને જણાવીએ. ન તો તેઓ ગુંડાગીરી પર ગીતો કંપોઝ કરે છે અને ન તો વાહનો પર જાટ ગુર્જરો લખે છે. અમારે ત્યાં તો 5 વર્ષના બાળકો કટ્ટા ચલાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news