ગુજરાતના એક ગામની નવા વર્ષે અનોખી પરંપરા : ફટાકડા ફોડીને પશુઓને ભડકાવાયા

Happy New Year : અરવલ્લીના રામપુરમાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી..ફટાકડા ફોડીને પશુધનને ભડકાવવાની પરંપરા...પરંપરાગત ઉજવણીથી ગામ લોકોની સુખાકારી રહેતી હોવાની માન્યતા...

ગુજરાતના એક ગામની નવા વર્ષે અનોખી પરંપરા : ફટાકડા ફોડીને પશુઓને ભડકાવાયા

Arvalli News  સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી પશુઓ ભડકાવી અનોખી રીતે નવું વર્ષ ઉજવણીની પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવી. વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાનાથી મોટા લોકો અનુસરી રહ્યાં છે. પશુઓ ભડકાવાથી પશુ તેમજ ગ્રામજનોમાં રોગચાળો નહિ થતો હોવાની માન્યતા છે. 

આજથી શરુ થતું વિક્રમ સંવત 2080 નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણના મંદિરે અબાલવૃદ્ધ સૌ એકઠા થાય છે. સૌપ્રથમ તો ભગવાનની આરતી કરે છે. આરતી કર્યા બાદ ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવે છે.

આ બાદ નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે, છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સૌ એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે ભેટવાના બદલે માત્ર દુરથી બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

ગામના ગોપાલક રમેશભાઈ કહે છે કે, રામપુર ગામમાં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણીની એવી માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે. પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે.

અરવલ્લીના રામપુર ગામના વડીલોએ પરંપરા જાળવી યુવાનોને સુપ્રત કરી છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે. જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું
નુકશાન અટકી જાય છે. ત્યારે હિન્દુ સમાજ પરંપરા પર ટકી રહ્યો છે ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news