જામનગર જિલ્લામાં રસ્તાઓની હાલત ખરાબ, તાત્કાલિક સમારકામ કરવા 20 ગામના સરપંચોએ આપ્યું આવેદનપત્ર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. 

જામનગર જિલ્લામાં રસ્તાઓની હાલત ખરાબ, તાત્કાલિક સમારકામ કરવા 20 ગામના સરપંચોએ આપ્યું આવેદનપત્ર

મુસ્તાક દલ, જામનગર: જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે. જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમત ખવાની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવાની માગણી કરી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. મોટી ગોપ સહિત આસપાસના મોટાભાગના ગામોના મુખ્ય રસ્તાઓની આ પ્રકારની પરિસ્થિતિ છે અને વરસાદમાં તો રસ્તાઓની હાલત ખુબ જ બિસ્માર બની રહી છે. ખાસ કરીને ગ્રામજનો તેમજ રાહદારીઓને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાથી પરેશાન છે. જામનગરના DDOએ કહ્યું કે, બિસ્માર રોડ મામલે તાત્કાલિક એક ટીમ રોડના નિરીક્ષણ માટે મોકલવામાં આવશે.

નગરપાલિકામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર 38 સભ્યોને ભાજપે કર્યાં સસ્પેન્ડ  

જામજોધપુર તાલુકાના જે મુખ્ય માર્ગો છે તે પણ છેલ્લા 12 વર્ષથી રીપેરીંગ કરવામાં ન આવતા જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચોએ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય વીતી જાય છે. ત્યારે જામજોધપુર તાલુકાના ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચો હવે આગળ આવ્યા છે અને જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય હેમંત ખવાની આગેવાની હેઠળ પોતાની માંગને લઈ રજૂઆત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news