ગુજરાતની એક એવી શાળા કે જે પરીક્ષાનો ભય દૂર અપનાવ્યો અનોખો નુસખો, જાણીને તમે પણ કહેશો વાહ!

રાજ્યના બાળકો વધુને વધુ ભણે અને વધુને વધુ આગળ વધે તે હેતુસર રાજ્ય સરકાર અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. અને વધુમાં વધુ બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે હેતુસર સરકાર અનેક યોજનાઓ પણ લાગુ કરી રહી છે. 

ગુજરાતની એક એવી શાળા કે જે પરીક્ષાનો ભય દૂર અપનાવ્યો અનોખો નુસખો, જાણીને તમે પણ કહેશો વાહ!

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલી એક એવી શાળા કે જે શાળાએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય (હાવ)દૂર કરવા અનોખો નુસખો અપનાાવ્યો છે અને આ શાળા દ્વારા અપનાવેલા આ નુસખાથી અનેક વિદ્યાર્થીઓ તણાવ મુક્ત ભય મુક્ત બની રહ્યા છે. ત્યારે કઈ છે આવી શાળા અને એવો તો કેવો નુસખો અપનાવ્યો. આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં.

રાજ્યના બાળકો વધુને વધુ ભણે અને વધુને વધુ આગળ વધે તે હેતુસર રાજ્ય સરકાર અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. અને વધુમાં વધુ બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે હેતુસર સરકાર અનેક યોજનાઓ પણ લાગુ કરી રહી છે. પરંતુ ધોરણ 10 માં વિદ્યાર્થીઓ પહોંચે અને તે બાદ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આવતા જ વિદ્યાર્થીઓ ભયમાં મુકાઈ જતા હોય છે. અને બોર્ડની પરીક્ષાના ભયને કારણે તણાવમાં આવી જતા વિદ્યાર્થી પાસે પોતાના શિક્ષણનું જ્ઞાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરી શકતો નથી.

તેથી જ કેટલીક વાર વિદ્યાર્થીનું પરિણામ પણ બગડતું હોય છે ત્યારે ધોરણ -10 માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત અને ભય મુક્ત બને તે હેતુસર બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરાની કૌટિલ્ય વિદ્યાપીઠ નામની શાળા દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે.

જોકે આ પ્રિબોર્ડ પરીક્ષા બોર્ડની પરીક્ષાની પદ્દતિથી જ લેવાય છે. જો કે આ પ્રિબોર્ડ પરીક્ષામાં ફક્ત કૌટિલ્ય વિદ્યાપીઠના જ નહીં પરંતુ આસપાસના પાલનપુર સહીત 12 થી 13 ગામના 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેઓ બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી જ છેલ્લા ત્રણ દિવસથી પરીક્ષા આપી બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી વાકેફ થઈ રહ્યા છે અને ભયમુક્ત બની રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news