શું તમે નીરો પીવાના શોખીન છો? તાત્કાલિક બંધ કરી દેજો, નહીં તો સુરત જેવો થશે ખેલ!

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.શિયાળા માં નિરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.વહેલી સવારે કડકડતી ઠંડીમાં નિરાની મજા માણી રહ્યા છે.પરંતુ જે નીરો લોકો આરોગી રહ્યા છે,તે નીરામાં કેટલી ભેળસેળ હોય છે તેનો ખ્યાલ પણ તેઓને હોતો નથી.

શું તમે નીરો પીવાના શોખીન છો? તાત્કાલિક બંધ કરી દેજો, નહીં તો સુરત જેવો થશે ખેલ!

ઝી બ્યુરો/સુરત: સુરત મહામનગરપાલિકા દ્વારા શહેરના કુલ 17 સ્થળો પરથી લેવામાં આવેલ નિરાના 21 સેમ્પલો પૈકીના 16 સેમ્પલો પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીની તપાસ દરમ્યાન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 અન્વયે ધારા-ધોરણ મુજબના મળી આવ્યા નથી. જે તમામ સંસ્થાઓમાં સામે એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પાલિકાએ હાથ ધરી છે. આ સંસ્થાઓ પાસેથી કુલ 17,700 ના દંડની વસુલાત કરવામાં આવી છે. નિરામાં બ્રિક્સ,સુગર અને પીએચ 1 વેલ્યુએશન નું પ્રમાણ ઓછું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.શિયાળા માં નિરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.વહેલી સવારે કડકડતી ઠંડીમાં નિરાની મજા માણી રહ્યા છે.પરંતુ જે નીરો લોકો આરોગી રહ્યા છે,તે નીરામાં કેટલી ભેળસેળ હોય છે તેનો ખ્યાલ પણ તેઓને હોતો નથી.તેજ કારણ છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરની 16 જેટલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બે જાન્યુઆરીના રોજ શહેરના 17 જેટલા સ્થળો પર નિરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યાંથી નિરાના 21 સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકી 16 જેટલા સેમ્પલો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ-2006 અન્વયે ધારા ધોરણ પ્રમાણે મળી આવ્યા નથી. જે સેમ્પલ ફેલ જણાઈ આવતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 

એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓ સામે એજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સંસ્થાઓ પાસેથી 17,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે. જેને લઈ ભેળસેળ યુક્ત નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લેબોરેટરીની તપાસમાં નીરાના સેમ્પલોમાં બ્રિક્સ, સુગર અને પીએચ-1 નું પ્રમાણ ઓછું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news