Canada Visa: કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો આખરે શું છે કારણ

જાન્યુઆરી 2024થી કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. કારણ કે કેનેડાની સરકારે આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા અપ્રુવલના નિયમોમાં ફેરફાર કર્યો છે. આવામાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે એન્ટરન્સ એક્ઝામ પહેલા કેનેડાના વિઝા માટે પ્રયત્ન કર્યો છે. આ તમામ સપ્ટેમ્બર પ્રવેશ પરીક્ષામાં નામાંકન માટે યોજના ઘડી રહ્યા છે પરંતુ તેમના વિઝામાં વાર લાગી રહી છે.

Canada Visa: કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો આખરે શું છે કારણ

જાન્યુઆરી 2024થી કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. કારણ કે કેનેડાની સરકારે આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા અપ્રુવલના નિયમોમાં ફેરફાર કર્યો છે. આવામાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે એન્ટરન્સ એક્ઝામ પહેલા કેનેડાના વિઝા માટે પ્રયત્ન કર્યો છે. આ તમામ સપ્ટેમ્બર પ્રવેશ પરીક્ષામાં નામાંકન માટે યોજના ઘડી રહ્યા છે પરંતુ તેમના વિઝામાં વાર લાગી રહી છે. આવામાં સવાલ એ છે કે પેન્ડિંગ અને નવા બંને અરજીવાળા વિદ્યાર્થીઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે પોતાની અરજીમાં કયા કયા સુધારાઓ કરી શકે છે. કેનેડિયન સ્ટુડન્ટ વિઝા અંગેના એક્સપર્ટ્સ જણાવે છે કે કેનેડિયન સરકારે સ્ટુડન્ટ વિઝામાં અનેક ફેરફાર લાગૂ કર્યા છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાનું પણ સામેલ છે. 

કેનેડિયન પ્રાંતો દવારા બહાર પાડવામાં આવેલ ચકાસણી પત્ર હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિજા મેળવવા જરૂરી છે. કોલેજ/યુનિવર્સિટીથી ઓફર લેટર પણ જરૂરી કરી દેવાયા છે. સલાહકારોએ એ પણ જણાવ્યું કે આ પરિવર્તન 22 જાન્યુઆરીના રોજ પ્રભાવી થયા અને અનેક પ્રાંતો/ક્ષેત્રોએ હજુ સુધી ચકાસણી પત્ર બહાર પાડ્યા નથી. જેના પગલે હજુ સુધી તેમના વિઝા અપ્રુવ થયા નથી. 

પંજાબમાં આ મામલે એક સલાહકાર ગુરપ્રીત સિંહે કહ્યું કે વિદ્યાર્થીઓને પહેલા કોલેજમાંથી ઓફર લેટર મળે છે,  ત્યારબાદ ટોકન ટ્યૂશન ફીની ચૂકવણી કર્યા બાદ સ્વીકૃતિ પત્ર (LOA) મળે છે. પછી કોલેજ વિદ્યાર્થીઓ માટે પ્રાંતથી વેરિફિકેશન મેળવે છે. હાલ મોન્ટ્રિયલ એટલે કે ક્યૂબેકમાં વેરિફિકેશન અપાઈ રહ્યા છે અને અન્ય પ્રાંતોએ પણ આ નિયમનું પાલન કરવાનું શરૂ કરી દીધુ છે. 

મોન્ટ્રિયલમાં વિદ્યાર્થીઓને પહેલા CAQ (ક્યુબેક સ્વીકૃતિ પ્રમાણપત્ર) પ્રાપ્ત કરવું જરૂરી હતું. અને હવે CAQ ની જગ્યાએ વેરિફિકેશન લેટર ઈશ્યુ થઈ રહ્યા છે. આ પ્રક્રિયાને લઈને કેન્ડિયન કોલેજોમાં ભ્રમની સ્થિતિ છે. જેના પગલે વેરિફિકેશન લેટર આપવામાં વિલંબ થઈ રહ્યો છે અને એટલે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડી રહી છે. 

વિદ્યાર્થીઓએ જણાવી સમસ્યા
આ મામલે એક વિદ્યાર્થી કમલપ્રીત સિંહે જાણકારી આપી છે કે તેણે મેના પ્રવેશ માટે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી હતી પરંતુ બ્રિટિશ કોલંબિયા દ્વારા ચકાસણી પત્ર ઈશ્યુ કરવામાં વિલંબ થવાના કારણે કેનેડાથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. તેનું કહેવું છે કે તેની કોલેજ બ્રિટિશ કોલંબિયાના પ્રાંતમાં જ છે. 

કેવી રીતે મળે જલદી વિઝા
વિઝા અપ્રુવલ જલદી મેળવવા માટે વિદ્યાર્થીઓ શું શું કરી શકે છે. જેને લઈને સલાહકારોનું સૂચન છે કે જો વિદ્યાર્થીઓએ ચકાસણી પત્ર (વેરિફિટેશન લેટર) મેળવી લીધો હોય અને હજુ પણ વિલંબનો સામનો કરી રહ્યા હોય તો તેમણે એ સુનિશ્ચિત કરવું જોઈએ તેમણે પસંદ કરેલો કાર્યક્રમ પ્રતિબંધિત પાઠ્યક્રમોમાંથી કોઈ તો નથી ને. આ એક એવો પ્રોગ્રામ છે જેને કોલેજો દ્વારા બંધ  કરી દેવામાં આવ્યો હોય. 

જો બધુ બરાબર હોય અને અરજી પર કોઈ પ્રતિક્રિયા ન મળતી હોય તો વિદ્યાર્થીઓએ કેનેડિયન સરકારની વેબસાઈટ પર એક વેબ ફોર્મ જમા કરવા પર વિચાર કરવો જોઈએ. આ વિઝા પ્રક્રિયા વિશે જાણકારી પ્રાપ્ત કરવામાં કે સીએઆઈપીએસ (કોમ્પ્યુટર આસિસ્ટેડ ઈમિગ્રેશન પ્રોસેસિંગ સિસ્ટમ) દ્વારા અરજી કરવા માટે કરાય છે જે ત્રણથી ચાર સપ્તાહની અંદર વિઝા અરજીની જાણકારી પ્રદાન કરે છે. આ જ છેલ્લો ઉપાય છે કે વિદ્યાર્થી અરજી પાછી ખેંચી લે અને ફરીથી એક ફ્રેશ અરજી કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news