દીકરીઓના જન્મ પર રાજકોટમાં અનોખી રીતે કરાશે વધામણા
Trending Photos
રાજકોટ/ગુજરાત : બેટી બચાવો દિશામાં હવે અનેક લોકો આગળ આવ્યા છે, અને દીકરીઓના જન્મને વધારવા માટે અનેક પ્રસંગો યોજાતા થયા છે. ત્યારે રાજકોટમાંથી એક નવો અભિગમ સામે આવ્યો છે. બેટી પઢાવો અને બેટી બચાવો અભિયાન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પ્રાથમિક શાળાઓને પણ તેમાં આવરી લીધી છે.
જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ 9૦૦ જેટલી પ્રાથમિક શાળાઓને પરિપત્ર મોકલ્યો છે. જેમાં જે પરિવારમાં દીકરીઓ જન્મ થાય ત્યારે જે તે ગામની સરકારી પ્રાથમિક શાળાનાં મહિલા શિક્ષકોએ દિકરી જન્મને વધાવવા તેમજ પરીવારને શુભકામના પાઠવવા માટે શાળા સમય બાદ અથવા રિશેષના સમયે જન્મ લેનાર દિકરીનાં ઘરે જવું.
તો બીજી તરફ, તેમણે એક સૂચના પણ આપી છે કે, શકય હોય તો શાળાઓમાં ઓરડાઓનાં નામ નવી જન્મેલી દીકરીનાં નામ પર રાખવા. જેને કારણે આ દીકરીઓના જન્મની યાદગીરી કાયમી બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે