ફિલ્મી ઢબે લક્ઝુરિયસ ગાડીઓ થતી હતી દારૂની હેરાફેરી, બુટેગરોમાં ફફડાટ

નાકાબંધી દરમ્યાન પોલીસે એક બાદ એક એમ કુલ 8 લક્ઝુરિયસ કારને ફિલ્મી ઢબે ટ્રાફિકજામ કરી અને રોકી પાડી અને ચેક કરતાં 6 કારમાંથી 213થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

Dushyant karnal Dushyant karnal | Updated: Aug 10, 2018, 03:36 PM IST
ફિલ્મી ઢબે લક્ઝુરિયસ ગાડીઓ થતી હતી દારૂની હેરાફેરી, બુટેગરોમાં ફફડાટ

ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસે નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ કેબલ બ્રિજ પરથી ફિલ્મી ઢબે એક સાથે 8 લક્ઝુરિયસ ગાડીઓના કાફલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ક્રાઇમબ્રાંચે 6 જેટલા બુટલેગરોની પણ ધરપકડ કરી છે.ભરૂચમાં છેલ્લા કેટલાયે દિવસથી જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી પ્રોહિબિશન ડ્રાઈવ ચાલી રહી છે.

જેમાં ભરૂચ પોલીસે 500 થી વધુ આરોપીઓ અને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્યારે આજેરોજ વહેલી સવારે ભરૂચ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે ભરૂચ અને વડોદરાના બે મોટા બુટલેગર લક્ઝુરિયસ કારમાં દારૂની હેરફેરી કરવાના છે. જેના પગલે ભરૂચ પોલીસે ભરૂચના હાઇવે પર આવેલા કેબલ બ્રિજ પર નાકાબંધી કરી હતી. 

નાકાબંધી દરમ્યાન પોલીસે એક બાદ એક એમ કુલ 8 લક્ઝુરિયસ કારને ફિલ્મી ઢબે ટ્રાફિકજામ કરી અને રોકી પાડી અને ચેક કરતાં 6 કારમાંથી 213થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. તેમજ બે કાર આ 6 ગાડીઓનું પાઇલોટિંગ કરતી હતી તેને પણ ક્રાઇમબ્રાંચ ની ટીમે ઝડપી પાડી હતી.

ભરૂચ, જિલ્લા પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચની ટીમે આ 8 ગાડીઓ માંથી ગાડીઓ ચલાવનાર 6 જેટલા બુટલેગરોની પણ ધરપકડ કરી છે. ભરૂચના બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો રેડમાં નાસી જવામાં સફળ થયો છે. જ્યારે વડોદરાનો પરેશ ઉર્ફે ચકો પોલીસના હાથે લાગી જતાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રાજ્યમાં વિવિધ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવે છે પરંતુ લક્ઝુરિયસ ગાડીઓમાં દારૂ અને એ પણ એક સાથે 8 ગાડીઓ પોલીસના હાથે લાગી જવાથી રઈશ ફિલ્મ જોઈને રઈશનો વહેમ રાખનારા બુટેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજ્યમાં વિવિધ રીતે દારૂની હેરફેરી કરવામાં આવે છે પરંતુ લક્ઝુરિયસ ગાડીઓમાં દારૂ અને એ પણ એક સાથે 8 ગાડીઓ પોલીસના હાથે લાગી જવાથી રઈશ ફિલ્મ જોઈને રઈશનો વહેમ રાખનારા બુટેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ પોલીસે તમામ બુટલેગરો પર ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ અમલી કરાયેલ પ્રોહિબિશન એક્ટના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.