બુટલેગર

વૈભવી ગાડીમાં અમીરોને પણ શરમાવે તેવા ઠાઠથી જઇ રહેલા દંપત્તીને ઉતારી તપાસ કરી તો...

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર નવા નવા પેંતરાઓ અજમાવતા જ રહેતા હોય છે. સરકાર દ્વારા પોકળ દારૂબંધીના માત્ર દાવાઓ જ થાય છે. તેમ છતા હજુ પણ રાજ્યનાં પોલીસનાં હાથે રોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. કોરોનાના કપરા કાળમાં પણ બુટલેગરો શાંત નથી. રાજ્યનાં છેવાડે આવેલા વલસાડની લોકડ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 નવી નક્કોર લક્ઝુરિયસ ગાડીઓમાંથી લાખો રૂપિયાની કિંમતમો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતના હજીરાના એક દંપત્તી સહિત કુલ 4 બુટલેગરોની ધરપકડ કરાઇ છે. 

May 23, 2021, 06:04 PM IST

રાજકોટમાં બુટલેગરો સાથે મળીને દારૂની હેરાફેરી કરતા ASI ઝડપાયા

વિરેન્દ્રસિંહ દરબાર જે પોતે ગુજરાત પોલીસમાં અમદાવાદ ખાતે ટ્રાફિક બ્રાન્ચ આઈ ડિવિઝનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ બુટલેગરો સાથે મળીને દારૂનું વેચાણ કરતા હતા.
 

Oct 21, 2020, 05:08 PM IST

દારૂ ભરેલી ગાડી પર કોન્સ્ટેબલ કુદ્યો, બુટલેગરે કલાકો સુધી ગાડી ભગાવી અને પછી...

શહેરમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. સ્નેહભાઈ બોલેરોના પાછળના ભાગે એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના પગલે કાર ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.

Oct 12, 2020, 11:15 PM IST

સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે

Sep 19, 2020, 09:01 AM IST

ધંધો ઠપ્પ થઇ જતાં ફોટોગ્રાફર મહિલાઓએ શોર્ટકટમાં પૈસા કમાવવા અપનાવ્યો આ કીમિયો

પોલીસે બંને યુવતીની પૂછપરછ કરતા એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી  હતી અને બીજી યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું.

Sep 16, 2020, 11:50 PM IST

દારૂની હેરફેરના નવા કીમિયાનો પર્દાફાશ, તમે સપનેય નહી વિચાર્યું હોય

પોલીસે પરંજીતસિંઘ ,બલજીતસિંઘ,જગતસિંઘ નામના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણેય મૂળ પંજાબના છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી લેતા હવે તેમના આકા કોણ છે અને અમદાવાદમાં આટલી મોટી માત્રા દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

Sep 10, 2020, 11:09 PM IST

રાજકોટ: દારૂની હેરાફેરી માટે બૂટલેગરની વિચિત્ર તરકીબ, પોલીસ પણ આશ્ચર્યચકિત

બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા રહે છે. અલગ અલગ તરકીબોના કારણે ઘણી વખત પોલીસ પણ તેમની બુદ્ધી જોઇને ચોંકી ઉઠે છે. આવા સમયે રાજકોટના શાપર વેરાવળમાંથી પણ પોલીસે ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ લોકલ ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રકને ઝડપી લીધો છે. ટ્રકમાં ઓઇલના બેરલ રાખવામાં આવ્યા હતા. જે પ્રાથમિક દ્રષ્ટીએ ઓઇલની જઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકમાંથી એક બેરલ ઉતારી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Aug 29, 2020, 09:51 PM IST
Savdhan Gujarat: Bootlegger Arrested For Alcohol Trafficking In Bharuch PT4M28S

સાવધાન ગુજરાતઃ ભરૂચમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો

પોલીસના ડરથી બુટલેગરો દારૂની હેરાફેરીના નવા નવા રસ્તા શોધતા રહે છે... ભરૂચમાં પોલીસે એક એવા બુટલેગરની ધરપકડ કરી જેની દારૂ છુપાવવાની મોડસઓપરેન્ડી જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી... ત્યારે કોણ છે એ બુટલેગર? અને બુટલેગરે ક્યાં છુપાવ્યો હતો દારૂ...? જોઈએ આ અહેવાલમાં...

Mar 7, 2020, 12:30 AM IST
Bharuch Botleggers New Idea PT3M39S

બુટલેગરોનો નવો કીમિયો, ગુજરાતમાં દારૂનું એક્ટિવા !

ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. પોલીસે મોપેડની બોડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. પોલીસને મોપેડની બોડીમાંથી એક બાદ એક ૨૫૦થી વધુ વિદેશી દારૂના પાઉચ મળી આવ્યા.

Mar 5, 2020, 03:35 PM IST
Liquor bootlegger complain Gujarat PT4M28S

રાજયમાં દારૂબંધીની સ્થિતિ પર ચોંકાવનારા આંકડા જાહેર થયા

રાજયમાં દારૂબંધીની સ્થિતિ પર ચોંકાવનારા આંકડા જાહેર થયા છે. ગૃહવિભાગની પ્રશ્નોતરી દરમિયાન આ આંકડા બહાર આવ્યા છે. આ મામલામાં દારૂના બુટલેગરો અને અડ્ડાઓ અંગે પોલીસને 9081 જેટલી ફરિયાદો મળી છે.

Mar 2, 2020, 05:50 PM IST

તાપીમાં બુટલેગરો બેફામ, પોલીસકર્મી પર કેરોસીન છાંટી આગચંપી કરી

તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેખોફ, બુટલેગરે તપાસમાં ગયેલ પોલીસ કર્મીની કારને આગતો ચાપી, બાદ પોલીસ જમાદાર પર કેરોસીન છાંટીને સળગાવી દઈ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો, ઘટનાની જાણ થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

Feb 23, 2020, 12:40 PM IST
Bootleggers Fire A Police Car In Maiyali Of Tapi PT2M13S

તાપીના મૈયાલીમાં બુટલેગરોએ પોલીસની ગાડી સળગાવી

તાપીના સોનગઢ તાલુકાના મૈયાલી ગામે બુટલેગરે પોલીસની ખાનગી કાર સળગાવી દીધી હતી. બુટલેગરને ત્યાં ખાનગી કારમાં રેડ કરવા ગયેલા તાપી ડીવાયએસપી કચેરીના ત્રણ પોલીસ કર્મચારી પર બુટલેગરે હુમલો કર્યો હતો. ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા જમાદારને કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

Feb 22, 2020, 11:05 PM IST
Bootlegger Terror In Upleta PT3M45S

ઉપલેટામાં બુટલેગરનો ખુલ્લાઆમ આતંક

ઉપલેટામાં બુટલેગરના આંતકનો વીડિયો વાયરલ થયો છે. ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલમાં ખુલ્લેઆમ હથિયારો સાથે બુટલેગરનો આંતક જોવા મળ્યો હતો. મૂળ ઉપલેટાનો અને હાલ જૂનાગઢ રહેતો હાર્દિક ઉર્ફે કાનો કિશોરભાઈ ભાસા નામના શખ્સનો વીડિયો વાયરલ થયો છે.

Feb 19, 2020, 05:20 PM IST

બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી

* પૈસાની લેતી-દેતીમાં હોમગાર્ડ જવાનની થઇ હત્યા
* હોમગાર્ડ જવાને બુટલેગરને વ્યાજે આપ્યા હતા પૈસા
* પાંચ હજાર રૂપિયા બુટલેગર પાસે હોમગાર્ડ જવાન લેવા ગયો હતો
* પૈસા ના આપતા બંન્ને વચ્ચે થઇ હતી ઝપાઝપી
* બાદમાં ઉશકેરાઇને બુટલેગરે છરી વડે કર્યો હુમલો

Jan 3, 2020, 09:13 PM IST

અમદાવાદમાં દારૂનાં વેચાણનું A TO Z: પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલનો આટલો હોય છે હપ્તો

એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર - નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જુઓ ઝી 24 કલાકનાં સંવાદદાતા અમિત રાજપુતનાં વિશેષ અહેવાલને.

Dec 30, 2019, 10:26 PM IST
Viral Video Of Rajula Policeman Demanded Installment To Bootlegger PT3M21S

રાજુલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ, બુટલેગર પાસે માગ્યો હપ્તો, જુઓ Video...

અમરેલીના રાજુલામાં પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. બુટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની ડંફાસ મારતો વિડીયો સામે આવ્યો છે. બુટલેગરને હપ્તો આપવાની પોલીસ કર્મી વાત કરી રહ્યો છે. અભદ્ર ભાષામાં બુટલેગરને ગાળો પોલીસ કર્મી આપતો જોવા મળી રહ્યો છે. અમરેલી એસ.પી. નિરલિપ્ત રાયે પ્રેસ એલ.સી.બી.ગ્રુપમાં વિડિયો શેર કર્યો હતો. હરપાલસિંહ જાડેજા બકલ નં-782 સાથે એસ.પી.એ વિડીયો ગ્રુપમાં મુક્યો હતો. અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. અમરેલી એસ.પી.એ હિન્દીમાં લખાણ સાથે વિડીયો અંગે ગ્રુપમાં પુષ્ટિ કરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીની વાત કરી હતી.

Dec 19, 2019, 02:25 PM IST

વડોદરા: છાણીમાં ગેરેજની આડમાં દારૂનો ધંધો કરતા બુટલેગરની ધરપકડ

વડોદરાના શહેરનાં છાણી ટીપી 13 આકાશ કોમ્પ્લેક્ષમાં સાઇનાથ મોટર નામનું ગેરેજ આવેલું છે. આ ગેરેજ સંચાલક રાજુ ઉર્ફે યોગેશ બાબુભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા ગેરેજની આડમાં વિદેશી દારૂનો ધંધો હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગેરેજમાં દરોડો પાડ્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને કાંઇ જ મળ્યું નહોતું. પરંતુ અચાનક ગાડીઓ સામે નજર જતા જ ગાડીની ડેકી ખોલાવી હતી. ગેરેજમાં રહેલી ટોયોટા કારમાં છુપાવીને રાખેલો 47,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. 

Dec 14, 2019, 08:48 PM IST

અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ

રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી. 
 

Oct 15, 2019, 09:12 PM IST

દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો

અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

Sep 10, 2019, 09:08 PM IST

મોરબીમાં બુટલેગરોએ કર્યો પોલીસ પર પથ્થરમારો, 5 જવાનો ઇજાગ્રસ્ત

મોરબીમાં પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ કરેલા પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે.

Jul 18, 2019, 09:00 AM IST