BHAVNAGAR: એક મિત્ર પાણીની બોટલ ભરતા ડુબ્યો, બીજો બચાવવા જતા ડુબ્યો
બુધેલ નજીક આવેલ લાખણકા ડેમમાં બે યુવાનો ડૂબી ગયા હતા. લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા. તે દરમિયાન એક મિત્રને બચાવવા જતાં બીજો મિત્ર પાણીમાં પડતાં બંને પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, બંન્નેમાંથી એકને પણ તરતા નહી આવડતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: બુધેલ નજીક આવેલ લાખણકા ડેમમાં બે યુવાનો ડૂબી ગયા હતા. લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા. તે દરમિયાન એક મિત્રને બચાવવા જતાં બીજો મિત્ર પાણીમાં પડતાં બંને પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, બંન્નેમાંથી એકને પણ તરતા નહી આવડતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ભાવનગર બુધેલ નજીક આવેલ લાખણકા ડેમ પાસે આજે બપોર બાદ ૭ મિત્રો ફરવા આવ્યા હતા. તે દરમિયાન એક મિત્રને ઉલ્ટી થતાં કેવલ નામનો વ્યક્તિ પાણી ભરવા ડેમમાં ગયો હતો. તે દરમિયાન પાણીમાં પગ લપસી જતાં ડેમમાં ગરકાવ થયો હતો. જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તેનો પણ ગરકાવ થયો છે. જ્યારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે, કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી પીડબલ્યુડીની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે.
લાખણકા ડેમમાં પડેલા બે યુવાનો ની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેથી ચાર થી પાંચ કલાકની મહેનત બાદ મોડી રાત્રે બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, ફાયર વિભાગ દ્વારા બંને ના મૃતદેહ પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે