Bhavnagar: ભાવનગરના સોડવદરા ગામે બકરાને બચાવવા જતાં પિતા-પુત્ર પાણીમાં તણાયા, બંનેના મોત

ભાવનગર જિલ્લામાં વોકડામાં અચાનક પાણીનો પ્રવાહ વધતા બકરા ચરાવીને આવતા પિતા-પુત્ર તણાયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત 22 બકરાના મોત થયા છે. 
 

Bhavnagar: ભાવનગરના સોડવદરા ગામે બકરાને બચાવવા જતાં પિતા-પુત્ર પાણીમાં તણાયા, બંનેના મોત

ભાવનગરઃ ભાવનગરના વરતેજના સોડવદરા ગામે પિતા-પુત્ર પાણીમાં તણાતા બંનેના મોત થયા છે. બંને પિતા-પુત્ર બકરા ચરાવીને પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન બકરા પાણીમાં તણાતા બંને પિતા-પુત્ર બકરાને બચાવવા પાણીમાં પડ્યા હતા. પાણીમાં ડૂબી જવાને કારણે બંનેના મોત થયા છે. પિતા-પુત્ર ડૂબવાનના સમાચાર મળવાની સાથે પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. 

ભાવનગર સિંહોર વચાળે આવેલ વરતેજ નજીકના સોડવદરા ગામે પશુ ચરાવીને પરત ફરતા પિતા પુત્ર મોતને ભેટ્યા છે. પશુ ચરાવી પરત ફરતી વેળાએ પાણીના પ્રવાહમાં બકરાઓ તણાવવા લાગતા બચાવવા પિતા પુત્ર બન્ને કૂદી પડ્યા હતા અને બન્ને મોતને ભેટ્યા છે.  સોડવદરા ગામે રહેતા રામજીભાઈ મેઘાભાઈ પરમાર ઉ.60 અને તેમના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર ઉ 20 તેઓ પશુપાલન સાથે જોડાયેલા છે અને સાંજના સુમારે સોડવદરા ગામની બાજુમાં આવેલ ભંડાર ગામેથી બન્ને પિતા પુત્ર બકરાઓ ચરાવી પરત ફરતા હતા તે વેળાએ સોડવદરા ગામ નજીક એક પાણીના વોકણામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અચાનક બકરાઓ તણાવવા લાગતા રામજીભાઇ બકરાઓને બચાવવા કૂદી પડ્યા હતા.

 આજ સરસામાં રામજીભાઇ બચાવવા પુત્ર રાજેશ કૂદી પડ્યો હતો અને આખરે બન્ને મોતને ભેટ્યા હતા. 22 જેટલા બકરાઓ પણ આ ઘટનામાં મોતને ભેટ્યા છે  બનાવને લઈ સ્થાનિક લોકો એકઠા થઇ પિતા પુત્રની લાશને બહાર કાઢી પોલીસ અને તંત્રને જાણ કરી હતી. બકરાને બચાવવા જતા પિતા પુત્ર મોતને ભેટ્યા છે. બનાવને લઈ અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને લઈ 108, પોલીસ, ફાયર વિભાગ દોડી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news