royal family

સાણંદના મહારાજા જયશિવસિંહ વાઘેલાનું નિધન, પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું

સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે હાર્ટ એટેકથી નિધન થયું છે. મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર આજે સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મહારાજા જયશિવ સિંહની અંતિમયાત્રા પહેલા સાણંદ સ્ટેટના કુંવર જયશિવસિંહના પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું હતું. દરબારગઢમાં સાણંદના રાજવી પરિવારના આરાધ્ય દેવી મહાકાળી માતાજીના સાનિધ્યમાં પરિવારના લોકો દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાજતિલકની વિધિ કરવામાં આવી હતી. 

Sep 5, 2021, 03:35 PM IST

રાજપરિવારની મિલકત માટે કાકા-ભત્રીજા આમને-સામને : હવે માંધાતાસિંહ જાડેજાએ કર્યો ખુલાસો

  • માંધાતાસિંહ જાડેજાએ કહ્યું, રાજ પરિવાર વિશે ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી
  • તેમણે કહ્યું કે, પ્રહલાદસિંહ જાડેજાને એમનો હિસ્સો પ્રદ્યુમ્નસિંહે પોતાની હયાતીમાં જ આપી દીધો હતો, હવે કોઈનો હક રાજ પરિવારની મિલકત પર બનતો નથી
  • પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગતો તથ્ય વિહોણી ગણાવતા રાજકોટના મહારાજા

Sep 4, 2021, 12:25 PM IST

રાજકોટ રાજવી પરિવાર મિલ્કત વિવાદ: બકરૂ કાઢવા જતા ઉંટ પેઠું વધારે એક દાવેદારે ઠોક્યો દાવો

શહેરના રાજવી પરિવારમાં મિલકત વિવાદ ધેરો બન્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાનાં કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેને તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ પ્રાંત અધિકારી સહિતનાં અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. રણસુરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે. કે. જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. 

Sep 3, 2021, 06:42 PM IST

રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો

રાજકોટ (Rajkot) ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર (royal family) ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે. 

Sep 1, 2021, 10:53 AM IST

મિલકત માટે ઝઘડતો રાજકોટનો રાજપરિવાર રહે છે આ ભવ્ય મહેલમાં, આખુ શહેર આળોટી શકે તેવા 100 રૂમ છે

રાજકોટના રાજવી પરિવાર (rajkot royal family) માં ફરી એક વખત મિલકતનો વિવાદ ઉઠ્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા ( mandhatasinh jadeja) એ રાજવી પરિવારની વડીલોપાર્જિત મિલકતમાં વારસાઈ નોંધ કરાવી બહેન રાજકુમારી અંબાલિકાદેવી અને રાજમાતાનો હક્ક કઢાવી નાખતા સેસન્સ કોર્ટમાં અરજી થઈ છે. જેનું આગામી 31 ઓગષ્ટના હિયરિંગ થવાનું છે. ત્યારે રાજકોટનો આ રાજવી પરિવાર અતિભવ્યાતિ ભવ્ય એવા રણજીતવિલાસ પેલેસમાં રહે છે. તેમનુ નામ દેશના એ રાજવાડામાં સામેલ છે, જેમની પાસે અદભૂત વિન્ટેજ કારનું કલેક્શન છે. ત્યારે તેમના ભવ્ય મહેલની અંદર એક નજર કરીએ. 

Aug 28, 2021, 11:41 AM IST

શુ છે રાજકોટના રાજપરિવારનો મિલકત વિવાદ, જેને કારણે ભાઈ-બહેન પહોંચ્યા કોર્ટ

રાજકોટનો રાજપરિવાર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ત્યારે હવે રાજપરિવારનો આંતરિક વિવાદ કોર્ટ રૂમ સુધી પહોંચ્યો છે. મિલકતને લઈને રાજકોટ (Rajkot) ના રાજપરિવારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા (mandhatasinh jadeja) અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. અંબાલિકા દેવીએ વધુ બે જમીન કેસમાં સગા ભાઇ માંધાતાસિંહ સામે દાવો દાખલ કર્યો છે. 

Jul 22, 2021, 12:32 PM IST

બ્રિટનના મહારાણી Elizabeth નો શાહી અંદાજ, ચાકુની જગ્યાએ તલવારથી કાપી બર્થડે કેક

Queen Elizabeth Cake: બ્રિટનના મહારાણી એલિઝાબેથે પોતાના જન્મદિવસ પર ચાકુની જગ્યાએ કેક તલવારથી કાપી હતી. આ જોઈને લોકો ચોંકી ગયા હતા. 

Jun 13, 2021, 06:34 PM IST

UK: બ્રિટનના પ્રિન્સ હૈરી બીજીવાર બનશે પિતા, શાહી પરિવારમાં ખુશીનો માહોલ

પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી હશે. પ્રિંસ હૈરી અને અભિનેત્રી મેગને મે 2018મા વિન્ડસર કૈસલમાં લગ્ન કર્યા હતા.

Feb 15, 2021, 06:16 PM IST

ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું

 રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરાયું હતું, કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.

Aug 18, 2020, 11:04 PM IST

સાઉદી અરબમાં તખ્તાપલટ? રોયલ ફેમિલીનાં 3 સભ્યોની ધરપકડથી હડકંપ

 સઉદી અરબથી રાજનીતિક ઉથલપાથલના મોટા સમાચારો આવી રહ્યા છે. સાઉદી અધિકારીઓએ કિંગ શાહી મહેલનાં ત્રણ સભ્યોને કસ્ટડીમાં લીધા છે. અમેરિકન મીડિયાનાં રિપોર્ટ્સ અનુસાર આ ત્રણેય પર તખ્તા પલટનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. સમાચાર એજન્સી પીટીઆઇએ વોલ સ્ટ્રીટ જર્નલનાં હવાલાથી લખ્યું છે કે સાઉદી અધિકારીઓએ કિંગ સલમાનનાં ભાઇ રાજકુમાર અહેમદ બિન અબ્દુલ અઝ સૌદ, તેનાં ભત્રીજા મોહમ્મદ બિન નયફને રાજદ્રોહનાં આરોપમાં કસ્ટડીમાં લીધા છે. શુક્રવારે સવારે કાળા વસ્ત્રોમાં રહેલા શાહી ગાર્ડ્સ શાહી સભ્યોનાં મહેલ પહોંચ્યા અને તેને પોતાનાં કબ્જામાં લીધું હતું. 

Mar 7, 2020, 05:04 PM IST

રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?

નવી દિલ્હી; આજકાલની જીંદગીમાં સોશિયલ મીડિયા જરૂરી ભાગ બની ગયો છે. જો તમને પણ સોશિયલ મીડિયા માટે કંન્ટેટ લખવું પસંદ છે અને જો તમને લાગે છે કે તમે એવી ઇંસ્ટાગ્રામ પોસ્ટ અથવા ટ્વિટ કરો છો જે વાયરલ થઇ શકે છે. તો તમે રાણી એલિઝાબેથ-2 માટે સોશિયલ મીડિયા મેનેજર બનીને કામ કરી શકો છો. જોકે રાણી એલિઝાબેથ-2 સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી બહાર પાડી છે.

May 21, 2019, 03:33 PM IST

રોયલ વેડિંગમાં દુલ્હનનાં બદલે પ્રિંસ હેરી રડી પડ્યાં: વાઇરલ થઇ તસ્વીરો

માં પ્રિન્સેસ ડાયનાને યાદ કરીને હેરી રડી પડ્યા હોવાનાં ક્યાસ સાથે લોકોએ સહાનુભુતી વ્યક્ત કરી હતી

May 20, 2018, 06:45 PM IST