ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડ

કચ્છની સંવેદનશિલ સરહદ પર બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ જબાવતો એક જવાન ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 

Updated By: Oct 25, 2021, 04:31 PM IST
ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

ભૂજ, ઉદય રંજનઃ ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહે છે. ત્યારે સરહદી રાજ્યોમાં દેશની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) નું મહત્વ ખુબ વધી જાય છે. ગુજરાતમાં પણ કચ્છની સરહદ પાકિસ્તાન સાથે લાગે છે. ત્યારે તેની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. પરંતુ ભુજમાં બીએસએફમાં ફરજ જબાવતો એક કોન્સ્ટેબલ પાકિસ્તાનને માહિતી આપી રહ્યો હતો. 

ગુજરાત એટીએસને મળી મોટી સફળતા
કચ્છની સંવેદનશિલ સરહદ પર બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ જબાવતો એક જવાન ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત એટીએસની ટીમે આ બીએસએફ જવાનની ધરપકડ કરી છે. હવે તો આ જવાનની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે. 

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની, સાયબર ક્રાઈમને ડામવા એક એકથી ચઢિયાતા પગલા લીધા

જમ્મુ-કાશ્મીરનો રહેવાસી
ભુજમાં બીએસએફમાં ફરજ બજાવી રહેલા જવાનનું નામ મોહમ્મદ સજાદ છે. તે મૂળ કાશ્મીરના રાજૌરીનો રહેવાસી છે. તે પાકિસ્તાનને ફોન પર ગુપ્ત માહિતી આપતો હતો. આ ખુબ જ ખતરાની વાત છે. કચ્છની સરહદે પાકિસ્તાન આવેલું છે. તેની સુરક્ષાની જવાબદારી સતત બીએસએફના હાથમાં હોય છે. ત્યારે જો પાકિસ્તાનને કોઈ ગુપ્ત માહિતી મળે તો દેશ માટે ખતરો ઉભો થઈ શકે છે. 

થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા
ગુજરાત એટીએસે મોહમ્મદ સજાદ નામના બીએસએફ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. તે ફોન પર પાકિસ્તાનને માહિતી આપી રહ્યો હતો. આ કોન્સ્ટેબલ મોહમ્મદ સજાદ સહીત તેના મિત્રો અને પરિવારના ખાતામાં પૈસા પણ જમા થતા હતા. તે ગુજરાત બીએસએફની મૂવમેન્ટની માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube