Inadian Politics: ભાજપના ભૂપેન્દ્ર પટેલ સર્જી શકે છે અનોખો વિક્રમ, જુઓ રાજકીય પક્ષોનો રેકોર્ડ

જો ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે તો તેઓ ગુજરાતના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેનારા બીજા વ્યક્તિ બનશે. નરેન્દ્ર મોદી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા છે. જે ગુજરાતનો રેકોર્ડ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે એક વર્ષ 86 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જો તેઓ 2027 સુધી મુખ્યમંત્રી રહે તો તેમનો કાર્યકાળ છ વર્ષથી વધી જશે. નરેન્દ્ર મોદી સિવાય અત્યાર સુધી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

Inadian Politics: ભાજપના ભૂપેન્દ્ર પટેલ સર્જી શકે છે અનોખો વિક્રમ, જુઓ રાજકીય પક્ષોનો રેકોર્ડ

અભિષેક જૈન, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. જેમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો હાંસલ કરીને એક નવો રાજકીય વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રીઓનું એક એનાલિસિસ પણ જાણવા જેવું છે. ગુજરાતમાં વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ સર્જયો છે. જો ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તો તેઓ પોતે વ્યક્તિગત રીતે એક રેકોર્ડ સર્જી શકે છે.

ભાજપ 10 હજાર દિવસ સત્તા પર રહેનારો પહેલો પક્ષ બનશે-
ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ રાજ્યના 17મા મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ભાજપ ગુજરાતમાં એક રેકોર્ડ પણ સર્જાવા જઈ રહ્યો છે. ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે. આ સમયગાળાને દિવસોમાં પરિવર્તિત કરીએ તો ગુજરાતમાં ભાજપે સત્તામાં 9600 દિવસો પૂરા કર્યા છે. હવે એક વર્ષ 35 દિવસ બાદ ભાજપ રાજ્યમાં સત્તા પર 10 હજાર દિવસ પૂરા કરશે. આમ કરનારો તે રાજ્યમાં પહેલો પક્ષ બની રહેશે. કોંગ્રેસ ગુજરાતમાં 8495 દિવસ સત્તા પર રહી છે.

મુખ્યમંત્રી                       પક્ષ               કાર્યકાળ                       રાજ્ય  
પવન કુમાર ચામલિંગ       SDF           24 વર્ષ 165 દિવસ            સિક્કિમ  
જ્યોતિ બસુ                    CPI (M)      23 વર્ષ  137 દિવસ          પશ્વિમ બંગાળ        
નવીન પટનાઈક              BJD           22 વર્ષ 279 દિવસ            ઓડિશા    
ગેગોંગ અપાંગ                JDS(S)       22 વર્ષ 250 દિવસ           અરુણાચલ પ્રદેશ
લાલ થાનહવલા              કોંગ્રેસ         21 વર્ષ 55 દિવસ              મિઝોરમ            
વીરભદ્રસિંહ                  કોંગ્રેસ          21 વર્ષ 11 દિવસ              હિમાચલ પ્રદેશ 

ભૂપેન્દ્ર પટેલની રાહ જોતો વધુ એક રેકોર્ડ-
જો ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે તો તેઓ ગુજરાતના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેનારા બીજા વ્યક્તિ બનશે. નરેન્દ્ર મોદી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા છે. જે ગુજરાતનો રેકોર્ડ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે એક વર્ષ 86 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જો તેઓ 2027 સુધી મુખ્યમંત્રી રહે તો તેમનો કાર્યકાળ છ વર્ષથી વધી જશે. નરેન્દ્ર મોદી સિવાય અત્યાર સુધી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

ભૂપેન્દ્ર પટેલ ભાજપમાંથી છઠ્ઠા મુખ્યમંત્રી-
ભૂપેન્દ્ર પટેલ ભાજપમાંથી મુખ્યમંત્રી બનનારા છઠ્ઠા નેતા છે, અગાઉ કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રુપાણી ભાજપમાંથી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. દેશમાં કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી પદે સૌથી વધુ સમય સુધી રહેલા નેતાઓ પર નજર કરીએ તો એવા 6 નેતાઓ છે, જેમણે જે તે રાજ્યના મુખ્યમંત્રી તરીકે 20 વર્ષથી વધુનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news