મોરબી પુલ હોનારત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં! ભયજનક 12 પુલો બંધ કરાયા અને...

માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના ૩૫ હજારથી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ, અત્યંત ભયજનક ૧૨ પુલો પર ટ્રાફિક બંધ કરાયો, પુનઃબાધંકામ કરાશે, ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે.

મોરબી પુલ હોનારત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં! ભયજનક 12 પુલો બંધ કરાયા અને...

ઝી બ્યુરો/ગાંધીનગર: મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજ્યના 35, 731 પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા 121 પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે 12 પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. જ્યારે અન્ય 12 પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ 24 પુલોના પુનઃબાંધકામ માટે રૂ. 145.64 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેમજ 116 પુલોનું રૂ. 151.41 કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. 

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે રૂ. 197 કરોડ ફાળવવામાં આવેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news