મહેસૂલ વિભાગે ભાંગરો વાટ્યો, મૃત સરકારી અધિકારીનો ગાંધીનગરથી બદલીનો આદેશ છૂટ્યો

Gujarat Government : સરકારી તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો... મહેસૂલ વિભાગે સૌથી મોટો ભાંગરો વાટ્યો... સરકારી તંત્રમાં મૃત્યુ બાદ પણ થઈ શકે છે બદલીના આદેશ!

મહેસૂલ વિભાગે ભાંગરો વાટ્યો, મૃત સરકારી અધિકારીનો ગાંધીનગરથી બદલીનો આદેશ છૂટ્યો

Gandhinagar : સરકારી તંત્રની લાલિયાવાડી ચાલતી રહે છે. સરકારના વિવિધ વિભાગો ગંભીરમાં ગંભીર છબરડા કરતા રહે છે. આવામાં સરકારી તંત્રીની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે. મહેસૂલ વિભાગે સૌથી મોટો ભાંગરો વાટ્યો. સરકારી તંત્રમાં મૃત્યુ બાદ પણ બદલીના આદેશ થઈ શકે છે તેવુ પહેલીવાર જોવા મળ્યું! ગાંધીનગરમાં કે સી ચરપોટ નામના મૃત અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીના આદેશ છૂટ્યા હતા.  મામલતદારોની બદલીના ઓર્ડરમાં સૌથી મોટો ગોટાળો થયો હતો. અવસાન થયેલ સરકારી અધિકારીની બદલી કરી નાંખી હતી. ભૂલ સમજાતા મહેસુલ વિભાગે બદલીનો ઓર્ડર રિવાઇઝ કર્યો હતો. બન્યું એમ હતું કે, કે સી ચરપોટ નામના અધિકારીનું અવસાન થયું હોવા છતાં મહેસુલ વિભાગે તેની બદલી કરી નાંખી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે 14 જેટલા મામલતદારોની બદલી ઓર્ડર છૂટ્યા હતા. જેમાં મહેસૂલ વિભાગે મોટો ભાંગરો વાટ્યો હતો. ભૂલ સમજાતા આજે ફરીથી રિવાઇઝ ઓર્ડર કરવામાં આવ્યા હતા. ભૂલ સમજાતા મહેસૂલ વિભાગે બદલીનો ઓર્ડર બદલ્યો હતો. પરંતું સરકારી તંત્રમાં કંઈ પણ થઈ શકે છે આ તેનો સૌથી મોટો પુરાવો છે. સરકારી તંત્રમાં અધિકારીના મૃત્યુ બાદ પણ બદલીના આદેશ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગાંધીનગર મામલતદાર વર્ગ 2 કક્ષાના અધિકારીઓની બદલી છૂટ્યા હતા. જેમાં 14 જેટલા મામલતદારની બદલી કરાઈ હતી. મહેસુલ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news