મોરબીના 'બોગસ ટોલનાકા મામલે મોટામાથાઓના નામ ખૂલ્યા, આજે પાંગળો બચાવ કરવા ઉતર્યું તંત્ર

રે મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા.

મોરબીના 'બોગસ ટોલનાકા મામલે મોટામાથાઓના નામ ખૂલ્યા, આજે પાંગળો બચાવ કરવા ઉતર્યું તંત્ર

ઝી બ્યુરો/મોરબી: મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મોરબીના જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા અને પોલીસ દ્વારા આ અંગે 5 શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હદ તો ત્યારે થાય છે, જ્યારે મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા.

સરકાર ભરાઈ! મોટામાથાઓના નામ ખૂલ્યા
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ઘટનામાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકું ચાલી રહ્યું હતું, તેમ છતાં તંત્રને કેમ નજર ના આવ્યું? આ કેસમાં પાટીદાર નેતાનો પુત્ર અને સરપંચ સહિત અનેક લોકો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તેમને શું બક્ષવામાં આવી રહ્યા છે. આ ટોલનાકું કોની રહેમનજરે ચાલી રહ્યું હતું તે હાલ એક મોટો પ્રશ્ન બનીને ઉભું છે. બીજી બાજુ કડવા પાટીદારોની કુળદેવી સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા છે. તેઓનો પુત્ર આવા ગેરકાયદેસર કામો કરી ગુજરાતની ભોળી પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યો છે, તે કેટલું વ્યાજબી છે. ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ સાથે કોઈ ખાસ કનેક્શન છે, કે તેઓની રહેમનજર છે કે મોરબી જેવા શહેરમાં બોગસ ટોલનાકું ઉભું કરીને સરેઆમ જનતાને લૂંટી રહ્યો છે. ખેર, જે હોય પરંતુ હાલ આ ઘટનામાં અનેક ગૂંથીઓ છે. પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને પકડીને સાચી માહિતી બહાર કઢાવી શકે છે.

ગુજરાતનો સૌથી મોટો કાંડ, બોગસ ટોલનાકું બાહુબલીઓનું કારસ્તાન

  • ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, મોરબીના બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ ચૂપ
  • મોટામાથાઓના નામ ખૂલ્યા, આજે પાંગળો બચાવ કરવા ઉતર્યું તંત્ર
  • કોંગ્રેસનો આરોપ કે એક -બે નહીં આવા 3 હતા બોગસ ટોલનાકા, સરકાર શું અત્યારસુધી ઉંઘમાં હતી.
  • 29 જુલાઈ 2022થી હાઈવે ઓથોરિટી કરતી રહી ફરિયાદ પણ એસપી અને કલેક્ટર કેમ રહ્યાં ચૂપ...
  • સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ પટેલના દીકરાનું કારસ્તાન
  • મોટી મોટી શીખામણ આપનાર પાટીદાર નેતાનો દીકરો મુખ્ય સૂત્રધાર 
  • સરકારે કેમ આંખ આડા કાન કર્યા, કલેક્ટર અને એસપીને કોની સૂચના?
  • બોગસ ટોલનાકા સામેની ફરિયાદો કોના ઈશારો બાયપાસ થઈ  
  • હાઈવે ઓથોરિટીની ફરિયાદો છતાં પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ સોશિયલ મીડિયાથી ખબર પડી
  • પોલીસ અને તંત્રએ વાતનું વતેસર થતાં હવે મેદાને આવ્યું પણ કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ

બોગસ ટોલનાકા મામલે પાટીદાર નેતાના નામ સામે આવ્યું!
મોરબી જિલ્લાના વાંકાનેરના બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના સૌથી મોટા આગેવાનના પુત્રનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાનો પણ ફરિયાદમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

એટલું જ નહીં, મોરબીનાં વાંકાનેર તાલુકામાં બોગસ ટોલનાકું બનાવવા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસ દ્વારા હાલ ટોલનાકાનાં કર્મચારી પાસેથી સમગ્ર માહિતી મેળવી રહી છે. જેમાં અન્ય એક મોટો ખુલાસો થયો છે, જેમાં એક બે નહીં, 3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાથી સરકારને દૈનિક લાખોનો ચુનો લાગતો હોવાનું સામે આવ્યું છે. વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે.

ટોલનાકુ બાયપાસ કરીને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news