ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાત

Parsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..

ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાત

Gujarat Poltics : ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. બંધબારણે થયેલી આ બેઠકના મોટા અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે. ધર્મગુરૂ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે. પરંતુ બીજી તરફ, ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે, સરકાર સાથે કોઇ પણ દુશ્મની સાથે કે નથી પક્ષ સામે, અમારી માત્ર એક જ માગણી રૂપાલાને ટિકિટ નહિ. તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહિ. આમ, બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમા પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષ થઈ છે. જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્યું છે. 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. હાલ ક્ષત્રિયોએ સરકાર સામે નહિ ઝૂકવાનું નક્કી કરી લીધું છે. સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી કે, પુરુસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. સરકાર સાથે બેઠક બાદ ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્તારમાં અલગથી મીટિંગ કરી હતી. જે મોડી રાતે 2 વાગ્યા બાદ શરૂ થઈ હતી, અને મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં પણ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની કોર કમિટી ટીમ હાજર રહી હતી. 

ક્ષત્રિયોની મીટિંગમાં કોણ કોણ હાજર રહ્યું 
પ્રમુખ: ગોવુંભા જાડેજા (દાદા)
જામનગર 
1) વાસુદેવસિંહ ગોહીલ (પ્રમુખ, ગોહિલવાડ ક્ષત્રિય સમાજ)
2) કરણસિંહ ચાવડા (પ્રમુખ, રાજપૂત ક્ષત્રિય સભા)
3) પ્રદ્યુમનસિંહ જાડેજા (પ્રમુખ, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ - સુરત)
4) રમજુભાં જાડેજા ( મુખ્ય કનવીનર - રાજપૂત સંકલન સમિતિ)
5) વિરમદેવસિંહ ચૂડાસમા (પ્રમુખ, ચુડાસમા રાજપૂત સમાજ)
6) અશ્વિનસિંહ સરવૈયા (પ્રમુખ, રાજપૂત વિદ્યાસભા - અમદાવાદ)
7)  ડો. રુદ્રદત્તસિંહ ઝાલા (પ્રમુખ, ઝાલાવાડ રાજપૂત સમાજ)
8) વીરભદ્રસિંહ જાડેજા (પ્રમુખ, રાજપૂત કરણી સેના - ગુજરાત)
9) વિજયસિંહ ચાવડા (પ્રમુખ, મહાકાલ સેના - ગુજરાત)
10) પી. ટી. જાડેજા (અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ)
11) મદનસિંહ અટોદરિયા (પ્રમુખ, રાજપૂત ક્ષત્રિય સમાજ - સુરત)
12) જયદેવસિંહ વાઘેલા ( રાજપૂત યુવા ક્લબ - ગુજરાત)
13) વીસુભા ઝાલા (પ્રમુખ - ગુજરાત રાજપૂત યુવા સંઘ)
14) કિશોરસિંહ ઝાલા (પ્રમુખ, ક્ષત્રિય અસ્મિતા મંચ)
15) સુખદેવસિંહ વાઘેલા (સહ કનવિનર - રાજપૂત સંકલન સમિતિ)
16) સુરેન્દ્રસિંહ જાડેજા ( પ્રમુખ, રાજપૂત યુવા સંકલન સમિતિ)
17) તૃપ્તિબા રાઓલ (પ્રમુખ, રાજપૂત મહિલા સંકલન સમિતિ)

પદ્મીનીબા વાળાને બેઠકથી દૂર રખાઈ
ક્ષત્રિય સમાજમાં હાલ પદ્મીનીબા વાળાને સાઈડલાઈન કરાયા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો મુદ્દો ઉપાડનાર પદ્મીનીબા વાળાને મોડી રાતે સરકાર સાથે અને અમદાવાદમાં યોજાયેલી બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. સંકલન સમિતિ દ્વારા પદ્મિનીબા વાળાને સરકાર સાથેની બેઠકની જાણ પણ નથી કરી. ન તો પદ્મિનીબા વાળા ગાંધીનગર દેખાયા, ન તો અમદાવાદની બેઠકમાં. પદ્મિનીબા વાળાને આ બેઠક અંગે પણ જાણ કરવામાં આવી નથી. 

પદ્મીનીબા વાળાએ બળાપો ઠાલવ્યો
ગઈકાલે પદ્મિનીબા વાળાનો ઓડિયો સામે આવ્યો હતો. પદ્મિનીબા વાળાના સામે આવેલા ઓડિયોમાં કહ્યુ હતું કે, રાજકોટમાં આટલા બધા લોકો ભેગા થયા હતા. લોકોને આશા હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં. તેમણે સંમેલન પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજકોટમાં માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે શું બધા સ્ટેજ પર ભાષણ કરવા આવ્યા હતા. આમ લડત કઈ રીતે જીતી શકાય. કે પરશોત્તમ રૂપાલાને ફોર્મ શા માટે ભરવા દેવું? તેમણે કહ્યું કે તેની શું ગેરંટી રૂપાલા હારી જશે?  તેમણે કહ્યું કે હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું તો આ સંકલન સમિતિ જીત કઈ રીતે અપાવશે. આંદોલન દિવસેને દિવસે ઠંડુ પડી રહ્યું છે. હવે આટલા લોકો ભેગા કઈ રીતે કરવાના. તેમણે સમાજને પ્રશ્ન કરતા કહ્યું કે હવે શું કરવાનું છે. આમાં શું ગુંચવાડો થયો તે ખબર પડતી નથી. રૂપાલા ફોર્મ ભરશે એટલે હાથા બનાવવામાં આવશે. મારૂ નામ વક્તાઓમાં નહોતું. સંકલન સમિતિ શા માટે મને રોકે છે. તેમણે ફોર્મ ભરવા દેવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંમેલનમાં 19 એપ્રિલ બાદ આંદોલન પાર્ટ-2 પર કહ્યું કે જે કરવાનું હોય તે અત્યારે જ કરો. રાહ શું કામ જુઓ છો. આપણે ભેગા થયા પણ કંઈ ન થયું. આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું. આ સાથે પદ્મિનીબા બોલ્યા કે અમારી લડાઈ ચાલૂ જ છે.

રાજસ્થાનના દીયા કુમારી આજે ગુજરાત આવશે
ક્ષત્રિય સમાજની બેઠક વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી આજે રાજકોટ આવે તેવી શકયતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી નોંધણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે. પરસોત્તમ રૂપાલા અને વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા 13 તારીખે રાત્રે રાજસ્થાન ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news