ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર, જાણો કોણ ક્યાંથી લડી રહ્યું ચૂંટણી?
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાતમાં 26 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપે ગુજરાતમાં લોકોને ચોંકાવી દીધા છે. 26 બેઠકોમાં ભાજપે 12 રિપીટ અને 12 નવા ઉમેદવારો જાહેર કર્યા છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાતમાં 26 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપે ગુજરાતમાં લોકોને ચોંકાવી દીધા છે. 26 બેઠકોમાં ભાજપે 12 રિપીટ અને 12 નવા ઉમેદવારો જાહેર કર્યા છે.
લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને તમામ રાજકીયપક્ષોએ તેમનાં રણશિંગા ફૂંકી દીધાં છે. કૉંગ્રેસ અને તેના સાથીપક્ષોએ ઇન્ડિયા ગઠબંધન રચીને ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયરથને અટકાવવા માટે કમર કસી છે. તો ભાજપે પણ ગુજરાતમાંથી ફરી એક વખત તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તે વિજયની હેટ્રિક નોંધાવવા માગે છે.
તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી. જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે 26 ઉમેદવારોના નામ પર લગાવી મહોર
- કચ્છ - વિનોદ ચાવડા
- બનાસકાંઠા - રેખાબેન ચૌધરી
- પાટણ - ભરતસિંહ ડાભી
- ગાંધીનગર - અમિત શાહ
- રાજકોટ - પુરષોત્તમ રૂપાલા
- પોરબંદર - મનસુખ માંડવિયા
- અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
- પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
- આણંદ - મિતેશ પટેલ
- ખેડા - દેવુસિંહ ચૌહાણ
- દાહોદ - જશવંત ભાભોર
- ભરૂચ - મનસુખ વસાવા
- બારડોલ - પ્રભુ વસાવા
- નવસારી - સી.આર.પાટીલ
- જામનગર - પુનમ માડમ
- અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
- છોટાઉદેપુરથી જશુભાઇરાઠવા
- વલસાડથી ધવલ પટેલ
- ભાવનગરથી નિમુબેન બાંભણિયા
- સુરતથી મુકેશ દલાલ
- મહેસાણાથી હરિભાઈ પટેલ
- સાબરકાંઠાથી શોભના બારૈયા
- વડોદરાથી ડૉ. હેમાંગ જોશી
- અમરેલીથી ભરત સુતરિયા
- સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા
- જૂનાગઢથી રાજેશ ચૂડાસમા
ભાજપ પાસે તમામ 26 બેઠકો
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.
સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેએ મતદાન થશે.જ્યારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે